મનોરંજન

ખુબ જ નાની ઉમંરમાં વિધવા થઇ ગઈ હતી અક્ષય કુમારની આ અભિનેત્રી, આ કારણે થયું હતું પતિનું મૃત્યુ

અક્ષયની આ ક્યૂટ અભિનેત્રી નાની ઉંમરમાં થઈ હતી વિધવા, અત્યારે આવી થઇ ગઈ, જુઓ તસ્વીરોમાં

બોલીવુડના ખુબ જ ખ્યાતનામ અભિનેતા તરીકે અક્ષય કુમારનું નામ લેવામાં આવે છે, આજે તે ખુબ જ સફળ અભિનેતા છે, તેને પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત રાજ સિપ્પીની ફિલ્મ “સોગંધ” ધ્વરા કરી હતી, આ સમયે તેની સાથે ફિલ્મમાં મુખ્ય અભિયુનેત્રી તરીકે શાંતિપ્રિયા હતી, શાંતિપ્રિયાની પણ આ પહેલી જ ફિલ્મ હતી. અક્ષય જ્યાં આજે ફિલ્મોમાં જોવા મળે છે પણ શાંતિપ્રિયા આજે દૂર દૂર સુધી ક્યાંય નજર નથી આવતી.

Image Source

શાંતિપ્રિયા સાઉથની ફિલ્મોનું એક ખુબ જ મોટું નામ હતી, શાંતિની બહેન ભાનુપ્રિયા પણ પોતાના સમયની એક ખ્યાતનામ અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી હતી.

Image Source

“એંગા ઉરુ પટ્ટુકરન” નામની તમિલ ફિલ્મમાં શાંતીની શરૂઆત તેની બહેન જેવી જ રહી. તેની આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી. સાઉથની ફિલ્મોમાં તેનો અભિનય અને અનુસરણ જોઈને તેને બોલિવૂડની ઘણી ફિલ્મો માટે ઓફર પણ મળી. આ સમય દરમિયાન 1991માં શાંતિએ નવા આવેલા બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર સાથે બોલીવુડની પહેલી ફિલ્મ ‘સૌગંધ’ સાઇન કરી. આ ફિલ્મ તે કંઈ ખાસ કરી શકી નહીં પરંતુ તેના ગીતોને ખૂબ પસંદ કરવામાં આવ્યા.

Image Source

શાંતિપ્રિયાએ ‘ફૂલ ઔર અંગાર’, ‘વીરતા’, ‘મહેરબાન’ અને ‘ઇક્કે પે ઇક્કા’ જેવી ફિલ્મોમાં કામ કર્યા પછી અભિનેતા સિદ્ધાર્થ રોય સાથે લગ્ન કર્યા. સિદ્ધાર્થ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વી.શાંતારામનો પૌત્ર હતો. તે શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ‘બાઝીગર’ અને ‘વંશ’માં જોવા મળ્યો હતો. સિદ્ધાર્થનું 2004 માં હાર્ટ એટેકથી નિધન થયું હતું.

Image Source

શાંતિ અને સિદ્ધાર્થના બે બાળકો છે. તેમના ઉછેર માટે શાંતિ ફરી એક વાર ફિલ્મો તરફ પાછી વળી. આ વખતે તે તેના જૂના સહ-અભિનેતા મિથુનના પુત્ર મહાક્ષય ચક્રવર્તીની ફિલ્મ ‘હેમિલ્ટન પેલેસ’માં જોવા મળી હતી. 2011ની ફિલ્મ સલમાન ખાનની ‘બોડીગાર્ડ’ સાથે આ ફિલ્મ રીલિઝ થઈ હતી અને ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.

Image Source

ત્યારબાદ શાંતિએ ફિલ્મોનો મોહ છોડીને ટીવીમાં કામ કરવાનું શરૂ કર્યું, 2002માં તે અભિનેતા મુકેશ ખન્ના સાથે સાયન્સ ફિક્શન સિરીઝ ‘આર્યમાન બ્રહ્માડ કા યોદ્ધા’માં જોવા મળી હતી. તે પછી પૌરાણિક ટીવી સિરિયલ ‘માતા કી ચોકી’માં અને છેલ્લી વાર’ દ્વારકાધીશ – ભગવાન શ્રી કૃષ્ણ’માં જોવા મળી હતી. ત્યારથી, તે ટેલિવિઝન, ફિલ્મો અને મીડિયાથી દૂર છે.