મનોરંજન

સાઉથ અભિનેત્રી શનાયા કાટવેની થઇ ધરપકડ, ભાઇની હત્યાના આરોપમાં અભિનેત્રી થઇ ગિરફતાર

મનોરંજન જગતથી એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. કન્ન્ડ અભિનેત્રી શનાયા કાટવેની પોતાના ભાઇની હત્યામાં હુબલી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ અંગે પોતાનું નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, શનાયા કાટવે પોતાના ભાઇ રાકેશ કાટવેની હત્યા કરીને તેના લાશનાં ટુકડા કરી દીધા હતા. આ ટુકડાઓને તેને અલગ અળગ જગ્યાએ ફેંકી દીધા હતા. આ હત્યામાં 4 અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

રાકેશની 9 એપ્રિલે તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન, શનાયા તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે હુબલી ગઈ હતી. જે બાદ આરોપીઓએ ખુલાસો કર્યો કે, તેઓએ પહેલા રાકેશનું ગળું દબાવ્યું હતું. ત્યારબાદ નિયાઝ આહમ અને બાકીના લોકોએ મળીને હત્યાના બીજા દિવસે લાશને ટુકડાઓમાં કાપી હતી. ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં જઈને ફેંકી દીધા હતા.

ધ ન્યુ ઇંડિયન એક્સપ્રેસના એક રીપોર્ટ પ્રમાણે રાકેશ કાટવેની હત્યા થઇ છે. પોલિસે જણાવ્યુ કે રાકેશનુુ કાપેલુ માથુ દેવરાગુડીહલના જંગલમાં મળ્યુ અને શરીરના બીજા ટુકડા હુબલી અને ગદગ રોડ પર મળ્યા. ત્યાં આ હત્યામાં 4 અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. શનાયાની પણ હુબલી પોલિસે ધરપકડ કરી છે.

શનાયાની ફિલ્મો વિશે વાત કરીએ તો, તેણે પોતાની ફિલ્મ ‘ઈદમ પ્રેમમ જીવન’થી ડેબ્યૂ કર્યું હતું. જેનાં ડાયરેક્ટર રાઘવંક પ્રભુ હતા. અભિનેત્રીએ આ હત્યા કેમ કરી તે અંગે હજી કોઇ ખુલાસો સામે આવ્યો નથી. પરંતુ પોલીસનું કહેવું છે કે, તેઓ જલ્દીથી આ સમગ્ર ઘટના અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે.