કોરોનાએ સમગ્ર દુનિયાની અંદર હાહાકાર મચાવી દીધો છે. કરોડો લોકો તેની ચપેટમાં આવી ગયા છે તો લાખો લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ આ રોગથી બાકાત નથી રહ્યા. ફિલ્મી દુનિયાના કેટલાક સિતારાઓ આ વાયરસની ચપેટમાં આવ્યા અને ઘણાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ એવી જ એક દુઃખદ ખબર આવી રહી છે.
મલિયાલમ અભિનેત્રી સરન્યા શશીનું સોમવારે 9 ઓગસ્ટના રોજ એક ખાનગી હોસ્પિટલમાં નિધન થઇ ગયું. તે 35 વર્ષની હતી અને છેલ્લા ઘણા વર્ષોથી બ્રેઈન ટ્યુમરથી પીડિત હતી. ઘણીવાર તેમની સર્જરી પણ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં તેના ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
થોડા સમય પહેલા સરન્યા જયારે આર્થિક સંકટનો સામનો કરી રહી હતી ત્યારે તેના મિત્રો અને ચાહકોએ તેની સારવાર માટે ફંડ ભેગું કર્યું હતું. તો ટ્યુમરની સારવાર દરમિયાન આ વર્ષે મે મહિનામાં કોરોના સંક્ર્મણ પણ લાગ્યું હતું. સંક્રમણથી સાજા થવા છતાં પણ તેની હાલત સતત બગડતી રહી હતી.
તમને જાણવી દઈએ કે સરન્યા કન્નુર જિલ્લાની રહેવા વાળી હતી અને તેને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. તે કેરળમાં એક લોકપ્રિય ટીવી કલાકાર હતી. તો કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા અભિનેત્રીના નિધન ઉપર શોક વ્યક્ત કરતા જણાવ્યું છે કે સરન્યા એ તેની બીમારીનો બહાદુરીથી સામનો કર્યો.