મનોરંજન

સુંદરતા અને ફેશનમાં રેખાથી ઓછી નથી તેમની આ નાની બહેન, લાઇમલાઈટથી રહે છે દૂર

બોલિવૂડની સદાબહાર અભિનેત્રી રેખા હંમેશાં તેની ફેશન અને સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે. તેમના ચાહકોને હંમેશા તેમની સ્ટાઇલ પસંદ આવે છે. તેની સાડી પહેરવાની સ્ટાઇલ, હેર સ્ટાઈલ અને મેક-અપ એ બધી બીજી અભિનેત્રીઓથી ખૂબ જ અલગ હોય છે.

Image Source

દિગ્ગજ અભિનેત્રી રેખા તાજેતરમાં અરમાન જૈન અને અનિસા મલ્હોત્રાના લગ્નમાં પહોંચી હતી. બોલિવૂડની એવરગ્રીન બ્યૂટી રેખા ફરી એકવાર આ પ્રસંગે ખૂબ જ આકર્ષક દેખાઈ હતી. પરંતુ અહીં લોકોનું ધ્યાન ત્યારે ખેંચાયું જયારે રેખા એક મહેમાન સાથે આ લગ્નમાં પહોંચ્યા. આ મહેમાન બીજું કોઈ નહિ પણ રેખાની ગઈ બહેન રાધા છે. રાધા સાથેની રેખાની તસ્વીરો વાયરલ થઇ છે અને આ તસ્વીરોમાં તે ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ વાયરલ થયેલી તસ્વીરમાં સ્પષ્ટ દેખાય છે કે રેખાની બહેન રાધા તેની કરતા સુંદરતા અને ફેશનમાં ઓછી નથી. તે રેખા જેવી દેખાય છે. લાઇમલાઈટથી દૂર રહેવાના કારણે રાધાને ખૂબ જ થોડા લોકો જાણે છે. પણ તાજેતરમાં જ રેખા નાની બહેન રાધા સાથે અરમાન જૈનના રિસેપ્શન પર પહોંચી હતી. ત્યારથી જ તે ચર્ચાઓમાં આવી ગઈ છે.

Image Source

બોલિવૂડ આખું અરમાન જૈનના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં જોવા મળ્યું હતું. પણ આ પાર્ટીની તમામ લાઈમલાઈટ અભિનેત્રી રેખા અને તેની નાની બહેન રાધાએ લૂંટી લીધી હતી. આ પાર્ટીમાં રેખાએ ગોલ્ડન સાડી અને ગોલ્ડન જ્વેલરી પહેરી હતી, અને તેમની બહેન રાધા ગ્રીન અને ગોલ્ડન આઉટફિટમાં જોવા મળી હતી. રેખાએ તેના લુકને પરફેક્ટ બનાવવા માટે ગજરો પણ લગાવ્યો હતો.

Image Source

પહેલા તો રેખાની બહેને કેમેરાની સામે આવવાનું ટાળ્યું, પરંતુ ફોટોગ્રાફરોની વિનંતી પર રેખાએ તેની બહેનને બોલાવીને પોઝ આપ્યો. જણાવી દઈએ કે રેખાની એક સગી બહેન અને 5 સાવકી બહેનો છે. આ બધી બહેનો પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ સફળ છે. રેખાના પિતા જેમિની ગણેશન તમિલ ફિલ્મ ઉદ્યોગની જાણીતી વ્યક્તિ હતા. ગણેશને 3 લગ્નો કર્યા હતા. તેની પહેલી પત્નીથી તેમને ચાર દીકરીઓ હતી. બીજી પત્નીથી બે દીકરીઓ રેખા અને રાધા હતી. રેખા તમિલ સુપરસ્ટાર જેમિની ગણેશન અને પુષ્પાવલ્લીની દીકરી છે. રેખા હંમેશા તેના ભાઈ-બહેનોથી ખૂબ જ નજીક હતી.

Image Source

રેખાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે 90ના દાયકાની સુપરહિટ અભિનેત્રી રહી છે, સાથે જ રેખા ઘણીવાર પોતાની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચાઓમાં રહે છે. અમિતાભ બચ્ચન સાથેના તેમના સંબંધોની ઘણી વાર ચર્ચા કરવામાં આવતી હતી.

Image Source

રેખા છેલ્લે શમિતાભ ફિલ્મમાં જોવા મળી હતી, જેમાં તેણે પોતાનું જ પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ રેખાની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. જો કે, તેણે 2018માં આવેલી ફિલ્મ યમલા પગલા દીવાના ફિરમાં ગેસ્ટ અપિરિયન્સમાં જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.