મનોરંજન

બિગ બોસ ફેમ રશ્મિ દેસાઈએ ખરીદી બ્રાન્ડ ન્યુ લક્ઝુરિયસ કાર, ચાહકોએ આપી શુભકામનાઓ

વાહ જિંદગી હોય તો આવી…રશ્મિ દેસાઈએ ખરીદી બ્રાન્ડ ન્યુ કાર,શેર કર્યા ગાડીના ફોટો

ટીવી ધારાવાહિકની ખ્યાતનામ અભિનેત્રી રશ્મિ દેસાઈ હાલ ખુબ જ ખુશ છે. અને કેમ ના હોય, તેને પોતાના સપનાની કાર જો ખરીદી લીધી છે. રશ્મિએ જ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની નવી બ્રાન્ડ ન્યુ લક્ઝુરિયસ કારની તસવીરો શેર કરી છે.

Image Source

રશ્મિએ એક નવી બ્રાન્ડ ન્યુ રેન્જ રોવર કાર ખરીદી છે, જે ભૂરા રંગની છે. નવી કાર ખરીદવા માટે રશ્મિને સેલેબ સહીત તેના ચાહકો પણ શુભકામનાઓ આપી રહ્યા છે. રશ્મિએ જે કાર ખરીદી છે તેની કિંમત ભારતમાં 70 લાખથી લઈને 1 કરોડની વચ્ચે છે.

Image Source

રશ્મિનો માનીતો ભાઈ અને અભિનેતા મૃણાલ જૈને પણ રશ્મિને શુભકામનાઓ આપી છે. રશ્મિની મેનેજર અને ફ્રેન્ડ નિધિએ પણ લખ્યું છે : “શુભકામનાઓ રશુ નવી કાર માટે. તારા માટે બહુ જ ખુશ છું.”

Image Source

રશ્મિ પોતાની આ નવી ગાડી સાથે રાઈડની મઝા પણ માણી આવી છે. તેને એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તેને લખ્યું હતું કે: “આ છે મારો રથ અને ચાની સાથે હું પોતે.” આ તસ્વીરમાં રશ્મિ ચા સાથે ગાડીમાં બેઠેલી જોવા મળી રહી છે.

Image Source

રશ્મિ છેલ્લા ઘણા સમયથી નવી ગાડી ખરીદવા માટે વિચાર કરી રહી હતી. પરંતુ કોરોનાના કારણે લાગેલા લોકડાઉનમાં તે નવી ગાડી ખરીદી શકી નહોતી. પરંતુ હવે છેલ્લે તેને પોતાની સપનાની ગાડી ખરીદી જ લીધી.

Image Source

બિગબોસમાંથી જયારે રશ્મિ નીકળી ત્યારે તે મર્સીડીઝ કાર ખરીદવા માંગતી હતી. પરંતુ પછીથી તેનો વિચાર બદલાઈ ગયો અને હવે રેન્જ રોવરની આ કાર ખરીદવી તેનું સપનું હતું જે તેને પૂરું કરી લીધું છે.

Image Source

રશ્મિ 2009માં શરૂ થયેલી ધારાવાહિક “ઉતરન” દ્વારા ઘરે ઘરમાં ઓળખાતી બની ગઈ હતી. ત્યારબાદ તેને બીજી પણ ધારાવાહિકમાં કામ કર્યું. બિગ બોસ-13માં પણ તે જોવા મળી હતી. ત્યારબાદ તેને નાગિન-4માં કામ શરૂ કર્યું હતું. પરંતુ કોરોના વાયરસના કારણે આ શોનું શૂટિંગ અટકી ગયું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.