ભાઇજાનની અભિનેત્રી રંભાના અકસ્માત પછી આવી હાલત થઇ ગઈ, વીડિયો બનાવીને જુઓ શું શું બોલી ગઈ
થોડા સમય પહેલા જ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી હતી, 90ના દાયકાની ખ્યાતનામ અભિનેત્રી રંભા એક અકસ્માતનો શિકાર બની હતી, જયારે તે તેની દીકરીને સ્કૂલમાંથી લેવા માટે જતી હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં તેની દીકરી પણ તેની સાથે હતી, જેના બાદ બંને ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે રંભાએ ચાહકોને તેની દીકરીના હેલ્થ અપડેટને લઈને એક મેસેજ આપ્યો છે.
સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા રંભાએ જણાવ્યું છે કે તે સ્કૂલમાંથી પોતાના બાળકોને લેવા માટે ગઈ હતી. પરત ફટ સમયે તેની કારને એક અન્ય કારે ટક્કર મારી દીધી હતી. તેની દીકરી સાશા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જેના કારણે અભિનેત્રીની દીકરી માટે લોકોને પ્રાર્થના કરવા માટે અપીલ કરી છે સાથે જ આ મુશ્કેલ સમયમાં જે લોકોએ સમર્થન કર્યું તેમનો પણ રંભાએ આભાર માન્યો છે.
આ સાથે અભિનેત્રીને એ વાતની પણ ખુશી છે કે આજે પણ તેને લોકો યાદ કરે છે અને આટલું સમર્થન કરે છે. રંભા અને તેના પતિ બંનેએ લાઈવ આવી અને તેના ચાહકોમ મિત્રો અને પરિવારના સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. રંભાએ આ પોસ્ટ સાથે લખ્યું છે.. “અમે બધા આમારા ઘરે પરત આવી ગયા છે. આભાર. આઈ લવ યુ ઓલ” હવે તે અને તેના બાળકો સુરક્ષિત છે. ખાસ કરીને તેની દીકરી સાશા પણ હવે સુરક્ષિત છે.”
ઘણા લાંબા સમય પછી પોતાના ચાહકોને પ્રેમ જોઈને રંભાએ કહ્યું કે, “હું બહુ જ ખુશ છું કે તમે બધા મને યાદ કરો છો અને હજુ પણ મને એટલો જ પ્રેમ કરો છો.” તમને જણાવી દઈએ કે વર્ષ 2010માં બિઝનેસમેન ઈન્દ્રં પદ્મનાથ સાથે લગ્ન કર્યા બાદ રંભાએ બોલીવુડને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું. તે તેના પતિ સાથે કેનેડામાં શિફ્ટ થઇ ગઈ છે અને આજે તે ત્રણ બાળકોની માતા પણ છે.
View this post on Instagram