અમુક દિવસો પહેલા જ સિંગર નેહા કક્ક્ડ અને રોહનપ્રિત સિંહ લગ્નગ્રંથિથી જોડાયા છે. લગ્નની ભવ્ય તસ્વીરો પણ સામે આવી હતી. એવામાં તાજેતરમાં જ અચાનક જ નેહાએ બૅબી બમ્પ સાથેની તસ્વીર શેર કરીને દરેકને ચોંકાવી દીધા હતા.
તસ્વીરમાં નેહાનું પેટ વધેલું દેખાઈ રહ્યું હતું અને તસ્વીર પર રોહને પણ કમેન્ટ કરી હતી કે,ખ્યાલ રખા કર’, જેના પછી લોકોનું અનુમાન હતું કે નેહા કક્ક્ડ કદાચ લગ્ન પેહલા જ ગર્ભવતી થઇ ચુકી હતી. જો કે આ વાત માત્ર એક અફવા હતી. નેહાનું એક નવું ગીત આવી રહ્યું છે જેના પ્રમોશન માટે નેહાએ આ ફોટોશૂટ કર્યું હતું. જો કે નેહા ભલે ગર્ભવતી ન હોય પણ લગ્ન પેહલા ગર્ભવતી થવું અભિનેત્રીઓ માટે કોઈ નવી વાત નથી. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ચુકી હતી.

1. સેલિના જેટલી:
બોલીવુડમાં કઈ ખાસ સફળ ન થનારી સેલિના જેટલીએ બોયફ્રેન્ડ અને બિઝનેસમેન પીટર સાથે લગ્ન કર્યા હતા. લગ્નના અમુક જ સમય પછી સેલિનાએ જુડવા બાળકોને જન્મ આપી દીધો, જેના પરથી માનવામાં આવ્યું હતું કે તે લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ ચુકી હતી.

2. નીના ગુપ્તા:
અભિનેત્રી નીના ગુપ્તા વિવિયન રિચાર્ડ્સ સાથે લાંબા સમય સુધી રિલેશમાં રહી હતી અને ગર્ભવતી થઇ ગઈ હતી.જો કે વિવિયન પહેલાથી જ વિવાહિત હતા માટે તેણે નીના સાથે લગ્ન ન કર્યા અને નીનાએ પરણ્યા વગર જ દીકરીને જન્મ આપ્યો હતો.

3. અમૃતા અરોરા:
મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા પણ લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ હતી, જેના પછી તેણે બોયફ્રેન્ડ શકીલ લડાયક સાથે લગ્ન કર્યા હતા અને દીકરાને જન્મ આપ્યો હતો.

4. સારિકા હસન:
અભિનેત્રી સારિકા એક સમયે અભિનેતા કમલ હસન સાથે રિલેશનમાં રહી હતી અને ગર્ભવતી થઇ ગઈ હતી, જેના પછી સારિકાએ શ્રુતિ હસનને જન્મ આપ્યો હતો જે આજે બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. શ્રુતિના જન્મના બે વર્ષ પછી સારિકા-હસને લગ્ન કર્યા હતા અને જેના પછી બહેન અક્ષરા હસનનો જન્મ થયો હતો.

5. કલ્કી કોચલિન:
કલ્કિ કોચલીને પહેલા પતિ અનુરાગ કશ્યપ સાથે છૂટાછેડા લીધા પછી લાંબા સમય સુધી ઇઝરાયલના ક્લાસિકલ પિયાનિસ્ટ બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથે રિલેશનમાં રહી હતી, હાલ પણ તેણે હર્શબર્ગ સાથે લગ્ન નથી કર્યા છતાં પણ પોતાના દીકરાને જન્મ આપ્યો.

6. શ્રીદેવી:
દિવંગત અભિનેત્રી શ્રીદેવીના અનેક ચાહકો છે. શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન પહેલા તે બોની કપૂર સાથે રિલેશનમાં હતી અને ગર્ભવતી થઇ ગઈ હતી અને બોની સાથે લગ્નના સમયે તે સાત મહિનાની ગર્ભવતી હતી અને લગ્ન પછી જાહ્નવી કપૂરનો જન્મ થયો હતો.

7. નતાશા સ્ટેનકોવિક:
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સાથે ખુબ સાદગીથી લગ્ન કર્યા હતા જેના પછી તરત જ તેની બેબી બમ્પ સાથેની તસ્વીરો સામે આવી હતી, જેના પરથી માનવામાં આવ્યું કે તે લગ્ન પેહલા ગર્ભવતી થઇ ચુકી હતી.આજે બંનેનો દીકરો અગસ્ત્ય છે.

8. નેહા ધૂપિયા:
નેહા ધૂપિયાએ વર્ષ 2018 માં અંગદ બેદી સાથે ગુરુદ્વારે માં લગ્ન કર્યા હતા, જેના બે જ મહિના પછી નેહાએ ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી અને ક્યૂટ દીકરીને જન્મ આપ્યો હતો. અંગદે પણ આ વાત એક ઇન્ટરવ્યૂમાં કબૂલી હતી કે નેહા લગ્ન પહેલા ગર્ભવતી થઇ ગઈ હતી, આ વાતથી નેહાના માતા-પિતા પણ નારાજ થયા હતા.

9. એમી જૈક્સન:
એક સમયે સલમાન ખાનની પ્રેમિકા રહી ચુકેલી એમી જૈક્સને મંગેતર જૉર્જ પાનાયિયોટો સાથે પરણ્યા વગર જ દીકરાને જન્મ આપ્યો હતો. એમી અવાર-નવાર જૉર્જ અને દીકરા સાથેની તસ્વીઓ શેર કરતી રહે છે.

10. ગૈબ્રિએલા:
અર્જુન રામપાલ વિદેશી ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા સાથે લિવ ઇનમાં રહેતા હતા અને ગૈબ્રિએલા ગર્ભવતી થઇ ગઈ હતી. લગ્ન પહેલા જ ગૈબ્રિએલાએ દીકરાને જન્મ આપ્યો હતો જેનું નામ અરીક રામપાલ છે.