અરરર….શરમજનક: ‘આશ્રમ’ શોની અભિનેત્રીએ ભાંડો ફોડ્યો, કહ્યું કે મારા ઉપરના ભાગે અને સાથળમાં…જાણો વિગત
ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીની અંદર કાસ્ટિંગ કાઉચને લઈને ઘણા બધા પર્દાફાશ થતા જોવા મળે છે. ઘણી અભિનેત્રીઓ દ્વારા કામ આપવાના બહાને પ્રોડ્યુસર અને નિર્દેશકો દ્વારા કાસ્ટિંગ કાઉચ કરવામાં આવે છે. ત્યારે હાલ ખુબ જ ચર્ચામાં રહેલી વેબ સિરીઝ “આશ્રમ”ની અભિનેત્રી પ્રીતિ સુદે કાસ્ટિંગ કાઉચને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
પ્રીતિ સુદે જણાવ્યું છે કે એકવાર તે એક ફિલ્મ મેકરને મળવા માટે ગઈ હતી. તેમને અભિનેત્રીને એક્સ્પોઝિવ થવા માટે કહ્યું. પ્રીતિ સુદે જણાવ્યું કે “જયારે હું પહેલીવાર નિર્દેશકને મળવા માટે ગઈ તો મેં બહુ જ સાધારણ કપડાં પહેર્યા હતા,
કારણ કે મને પહેલાથી જ કોઈએ આવા સાધારણ કપડાં પહેરવા માટે કહ્યું હતું. પરંતુ હું જયારે અંદર ગઈ ત્યારે ફિલ્મ મેકરની વાતે મને હેરાન કરી દીધી. તેમને મને ક્લીવેજ બતાવવા અને થઇ એક્સપોઝ કરવા વાળા કપડાં પહેરવા માટે કહ્યું.
મને વિશ્વાસ ના થયો કે હું આ બધું સાંભળી રહી હતી. હું ખુબ જ હેરાન રહી ગઈ અને પાછી ચાલી ગઈ.” પ્રીતિ સુદે અંગ્રેજી વેબસાઈટ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત દરમિયાન આ બધા રહસ્યો ખીલ્યા હતા. આ દરમિયાન તેને પોતાના ફિલ્મી કેરિયર અને અંગત જિંદગીને લઈને ઘણી બધી વાતો કરી.
પ્રીતિ સુદે કહયું કે “કોઈ કહેતું હતું કે હું આ રોલ માટે નથી બની. તો કોઈ કહેતું હતું કે હું આ બધા માટે ખુબ જ નાની છું. મારી પાસે બહુ જ બધા સવાલો હતા પરંતુ તેના જવાબ નહોતા આપવામાં આવતા.
તેનાથી પણ ખરાબ કે એક ફિલ્મમાંથી મને છેલ્લા સમયે કાઢી નાખવામાં આવી અને તે એટલા માટે કરવામાં આવ્યું કે હું ફિલ્મની મુખ્ય અભિનેત્રી કરતા વધારે સુંદર હતી.”
જોકે પ્રીતિ સુદ એમ પણ માને છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખરાબ લોકો ઉપરાંત સારા લોકો પણ છે. તેને કહ્યું કે, “હું ખરાબ લોકો સિવાય કેટલાક સારા લોકોને પણ મળી છું. તેમને મારો બહુ જ સાથ આપ્યો. અત્યારે હું મારા કેરિયરને આગળ વધારી રહી છું અને ખરાબ લોકોને છોડીને સારા લોકો સાથે ચાલી રહી છું.
આ સફરમાં ભગવાને મારો ખુબ જ સાથ આપ્યો છે.” પ્રીતિ સુદનાં આ નિવેદનની હવે ખુબ જ ચર્ચાઓ થઇ રહી છે. એક્ટ્રેસ પ્રીતિએ એમ પણ કહ્યું હતું કે ‘આશ્રમ’માં પ્રકાશ ઝા તથા દિગ્ગજ એક્ટર બોબી દેઓલ સાથે શો કરવાની ખુબ મજા આવી હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન એક જ ટેકમાં તેના શોટ ઓકે થઈ જતા હતા. પ્રીતિએ ‘પ્યાર દા સંદેશ’, ‘રિવોલ્વર રાની’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.