મોહરાની ભોળી ભાળી અભિનેત્રી પૂનમ ઝાંવર 27 વર્ષ પછી દેખાવા લાગી આવી, ઓળખવી પણ થઇ મુશ્કેલ

ના કજરે કી ધાર ની હિરોઈનનું 27 વર્ષ પછી પણ ભરાવદાર ફિગર છે…7 તસવીર જોતાં લોકોના ઉડ્યા હોશ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ઝાંવરને બોલિવૂડમાં “ના કજરે કી ધાર” ગીતથી ઓળખવામાં આવી હતી. સુનિલ શેટ્ટી સાથે ફિલ્મ ‘મોહરા’નું આ ગીત તેણે શૂટ કર્યું હતું. અક્ષય કુમાર, રવિના ટંડન અને સુનીલ શેટ્ટી માટે આ ફિલ્મ ભારે હીટ સાબિત થઈ હતી.

લોકો પૂનમને જોઈને દિવાના થઇ ગયા હતા. આ પછી તેને વધારે કામ મળ્યું નહીં અને લગભગ 18 વર્ષ પછી તે ફિલ્મ ‘ઓ માય ગોડ’ માં જોવા મળી. આ પછી તેણે ગ્લેમરસ અંદાજ અપનાવ્યો. પૂનમે સાઉથની ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો, પરંતુ તે કંઇક ખાસ કરી શકી નહિ. આ પછી, તે હોટ અવતારમાં દેખાઇ હતી અને હવે તે એક પ્રખ્યાત મોડેલ બની ગઈ છે.

તેની સુંદરતા વધારવા માટે તેણે સર્જરી કરાવી હતી. સર્જરી પછી તેને ઓળખવું પણ મુશ્કેલ છે. અક્ષય કુમાર અને પરેશ રાવલ જોડે ‘ઓહ માય ગોડ’માં સાધ્વી ગોપી મૈયાની ભૂમિકામાં જોવા મળી હતી. આ પાત્ર રાધે દ્વારા પ્રેરિત હતું.

પૂનમ રાજસ્થાનની છે, ત્યારબાદ તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. તેણે સ્કૂલ અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં કર્યું હતું. તેની માતા પૂજાશ્રી હિન્દી કવિ છે અને તેના ઘણા પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.

પૂનમ ઝાંવર ફિલ્મોમાં દેખાતા પહેલા એક મોડેલ રહી ચૂકી છે. તેણે કિલર જીન્સ અને ડવ સોપ જેવી ઘણી જાહેરાતોમાં કામ કર્યું છે.  મોડેલિંગ દરમિયાન નિર્માતા ગુલશન રોયે તેમને જોયા અને તેમના માટે બોલિવૂડનો રસ્તો ખોલી દીધો.

પૂનમે 2014માં બોલ્ડ ફોટોશૂટ કર્યુ હતું. આ ફોટોશૂટમાં પૂનમના બદલાયેલા લુકને જોઇને દર્શકો પણ આશ્ચર્યચકિત થયા હતા. તે અગાઉ 2013માં આવેલી ફિલ્મ “આર રાજકુમાર”માં જોવા મળી હતી.

પૂનમે ફિલ્મ “2 જી રેડિએશન”માં પણ કામ કર્યું છે. પૂનમે આ ફિલ્મમાં નીરા રાડિયાની ભૂમિકા ભજવી હતી.પૂનમ ઝાંવર 2012 માં અણ્ણા હજારેના આંદોલનમાં પણ જોવા મળી હતી.

હવે તે કેટલાક એનજીઓ સાથે મળીને કામ કરી રહી છે. જો કે આ દરમિયાન તે ઘણી વખત બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે. પૂનમ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફોટોશૂટની તસવીર શેર કરતી રહે છે.

 

 

 

 

Patel Meet