1980ના દસકામાં શરુ થેયેલું રામાયણ આજે જયારે ફરીવાર પ્રસારિત થઇ રહ્યું છે ત્યારે ચારેય બાજુએ તેની ચર્ચાઓ ચાલવા લાગી છે, ફરી એકવાર રામાયણના પાત્રો અને રામાયણની એ વાતો જીવંત થવા લાગી છે ત્યારે રામાયણનું એક પાત્ર કૈકઈનું ઘણા લોકો માટે ઘણું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું,

એ સમયનો દોર તો એવો હતો કે કૈંકનું પાત્ર જોઈને લોકો અસલ જીવનમાં પણ પાત્ર ભજવનાર અભિનેત્રી સામે નફરત કરતા હતા.

રામાયણમાં કૈકઇનો કિરદાર નિભાવ્યો હતો અભિનેત્રી પધ્મા ખન્નાએ, આ કિરદાર નિભાવીને તેમને ઘણી જ પ્રસિદ્ધિ પણ મેળવી હતી. પધ્મા આ પહેલાથી જ ફિલ્મી દુનિયામાં સક્રિય હતી, 1970માં આવેલી ફિલ્મ “જોની મેરા નામ”માં કામ કરીને પધ્માએ એક અલગ ઓળખ પણ પ્રાપ્ત કરી હતી, પરંતુ તેને વધુ પ્રસંશા રામાયણના કૈકઈના કિરદાર દ્વારા જ મળી હતી. પધ્માએ તમામ ભાષાઓની ફિલ્મોમાં મળીને કુલ 400 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે.

90ના દાયકામાં જ અભિનેત્રી પધ્મા ખન્નાએ ફિલ્મ નિર્દેશક જગદીશ એલ સીડાના સાથે લગ્ન કરી લીધા હતા, તે બંનેની મુલાકાત ફિલ્મ “સોદાગર”ના સેટ ઉપર થઇ હતી, પછી થોડા સમય બાદ પધ્માએ લગ્ન કરી અને ફિલ્મી દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું.

લગ્ન બાદ તે અમેરિકા ચાલી ગઈ હતી ત્યાં તેને ઇન્ડિયાનીકા ડાન્સ એકેડમીની શરૂઆત કરી અને બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામને તે ડાન્સની તાલીમ આપતી હતી, પરંતુ અચાનક જ તેના પતિનું અકાળે અવસાન થઇ ગયું અને તેના માથે જવાબદારીઓ વધી ગઈ હતી. પોતાના પતિના મૃત્યુ બાદ તેને એકલીએ જ ડાન્સ એકદમીની સાથે સાથે પરિવારની જવાબદારી પણ ઉઠાવી લીધી હતી.પધ્માને બે બાળકો છે જેમાં એક દીકરો અને એક દીકરી છે. આજે તેની ઉંમર 71 વર્ષની છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.