તેના સમયમાં હિટ રહેલી આ અભિનેત્રીનુ થયુ એવું દર્દનાક અવસાન કે સાંભળીને રૂંવાડા ઊભા થઇ જશે

આ સુપરહિટ અભિનેત્રીને નસીબ થઇ હતી દર્દનાક મોત, શરીર પર કીડીઓ અને કીડાએ બનાવી લીધું હતું ઘર, દરગાહની બહાર… જાણો વિગત

ફિલ્મી દુનિયાની ચમકમાં ઘણી કહાનીઓ છુપાયેલી છે જેને સાંભળીને રૂંવાડા ઊભા થઇ જાય છે સિનેમા જગતમાં એવા ઘણા સિતારા થયા છે જેમની શરૂઆત ધૂમ ધામથી થઇ પણ સમયની સાથે તેમના સ્ટારડમ પર પાણી ફરી ગયું હોય.

ઘણા અભિનેતાઓની અર્શથી ફર્શ સુધીની કહાનીઓ પણ આપણી સામે આવી હતી પણ શું તમને ખબર છે કે આ ઇન્ડસ્ટ્રીમાં એ અભિનેત્રી સામેલ છે જે તેના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરતી હતી પરંતુ તેનું દર્દનાક મોત થયું.

એક સમયે ફિલ્મી દુનિયા પર રાજ કરવા વાળી અભિનેત્રી હતી નિશા નૂર. કહેવામાં આવે છે કે નિશા નૂરનું અવસાન એટલું દર્દનાક હતું કે કોઈ વિચારી પણ નહિ શકે . 80ના દાયકામાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખુબ જ ચર્ચામાં રહેલી અભિનેત્રી નિશા નૂર એક જમાનામાં હિટ અભિનેત્રીના લિસ્ટમાં આવતી હતી.

કહેવામાં આવે છે કે ખાલી તેના નામથી જ ફિલ્મ હિટ થઇ જતી હતી. દરેક ફિલ્મમેકર નિશા જોડે કામ કરવા માંગતા હતા. કહેવામાં આવે છે નિશાએ ખુબ જ ઓછા સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેનું નામ બનાવ્યું હતું પરંતુ લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીમાં રહી શકી નહિ. સાઉથમાં કેટલીક ફિલ્મો કર્યા પછી નિશા ફિલ્મી પડદાથી દૂર જતી રહી હતી. રિપોર્ટ્સના પ્રમાણે નિશાને જયારે કામ મળવાનું બંધ થઇ ગયું ત્યારે તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.

તે દરમ્યાન એવી પણ ખબર આવી કે કોઈએ તેને વેશ્યાવૃત્તિમાં નાખી દીધી હતી. વર્ષ 2007માં ત્યારે ખળભળાટ મચી ગયો હતો જયારે નિશા નૂરને એક દરગાહની બહાર જોવામાં આવી હતી. કહેવામાં આવે છે કે ત્યારે તેની હાલત જોવા જેવી હતી નહિ. તેના શરીર પર કીડાઓએ કબ્જો કરી લીધો હતો.

તેના સમયમાં હુસ્નથી લોકોને મદહોશ કરી દેવાવાળી નિશાની હાલત એટલી ખરાબ હતી કે તેના શરીર પર કીડીઓ ફરી રહી હતી. તેને હોસ્પિટલ લઇ જવામાં આવી તો ખબર પડી કે તેને એડ્સનું સંક્ર્મણ છે. કહેવામાં આવે છે વેશ્યાવૃત્તિથી તેને HIV થઇ ગયો હતો.

છેલ્લા સમયમાં નિશાની જિંદગી ખુબ જ ડરાવની થઇ હતી હતી. તેનું મોઢું પણ ઓળખી શકાતું ન હતું. નિશાની તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી અને છેલ્લે 2007માં તેને દુનિયાને અલવિદા કહી દીધું. એક જમાનાની સુપરસ્ટાર અભિનેત્રી રહેલી નિશાનું ખુબ જ દર્દનાક અવસાન થયું હતું. ઘણા મહિના સુધી નિશાના અવસાનની ચર્ચા થઇ હતી. નિશાએ ઘણી હિટ ફિલ્મો કરી હતી. જેવી કે 1981ની ફિલ્મ ‘ટિક! ટિક! ટિક!’, 1990માં આવેલી ફિલ્મ ‘અય્યર ધ ગ્રેટ’, 1986માં આવેલી ફિલ્મ ‘કલ્યાણા અગાતિગલ’ વગેરે…

Patel Meet