ટીવીની આ બ્યુટીએ ખરીદી લક્ઝુરિયસ ગાડી, 4 તસવીરો જોઈને દિલ ખુશ થઇ જશે
બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારો પોતાની વૈભવી લાઈફ માટે પણ જાણીતા હોય છે, ત્યારે પોતાના ગ્લેમરસ અંદાજ માટે હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી નિયા શર્માએ પણ નવા વર્ષમાં પોતાના માટે એક લક્ઝુરિયસ કાર ખરીદી છે.

પોતાના માટે નવી કાર ખરીદવાની ખુશી નિયા શર્માએ સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. નિયાએ પોતાની નવી કારની તસવીરો શેર કરવાની સાથે લખ્યું છે, “તમે ખુશીઓ નથી ખરીદી શકતા, પરંતુ કાર ખરીદી શકો છો અને બંને એક જેવા જ છે.”

નિયાએ Volvo XC90 કાર ખરીદી છે જેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા જેટલી છે. નિયાએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેની અંદર તે કારનું કવર હટાવતી જોવા મળી રહી છે.
View this post on Instagram
નિયાએ નવી કાર ખરીદવા ઉપર તેના ચાહકોથી લઈને મિત્રો અને સંબંધીઓ પણ સતત તેને શુભકામનાઓ આપી રહ્યા છે. નવી કાર ખરીદ્યા બાદ નિયા પોતાના મિત્રોને રાઈડ ઉપર પણ લઇ ગઈ હતી. જેમાં અભિનેતા રવિ દુબે પણ નજર આવી રહ્યો હતો.
NiVi met Arjun 😍🙌🏻✨
Ride in Nia’s new carrrr
Congratulations @Theniasharma ✨#RaviDubey #NiaSharma #NiVi #SidNi pic.twitter.com/KMb7AfjeZI— Team Joker 🃏 (@kainaaaatch) January 14, 2021
નિયા માટે આ નવું વર્ષ ખુબ જ સારું રહ્યું છે. નવા વર્ષમાં નિયાએ પોતાના માટે નવું ઘર પણ ખરીદ્યુ છે જેના માટે પણ લોકો સતત તેને શુભકામનાઓ આપી રહ્યા છે. ત્યારે હવે તેને પોતાના માટે એક લક્ઝુરિયસ કાર પણ ખરીદી છે. થોડા દિવસ પહેલા જ નિયાએ પોતાના નવા ઘરની તસ્વીર પણ શેર કરી હતી.
View this post on Instagram
નિયાની ઉંમર 30 વર્ષની છે. તેને ધારાવાહિક “એક હજારોમેં મેરી બહેના હૈ”માં કામ કર્યું હતું, જેમાં તેને ખુબ જ પ્રસિદ્ધિ મળી. ત્યારબાદ તેને પાછળ વળીને નથી જોયું અને તે ધારાવાહિક “જમાઈ રાજા”, “ઇશ્ક મેં મર જાવા” અને “નાગિન”માં પણ નજર આવી ચુકી છે.