મનોરંજન

બિહારમાં જન્મેલી આ 5 અભિનેત્રીઓએ ક્યારેય ન કર્યું ભોજપુરી ફિલ્મોમાં કામ, બોલીવુડમાં કમાયું નામ

ટેક્નિકથી લઇને અભિનય અને ફિલ્મની સ્ટોરી સુધી ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળના દસ વર્ષોમાં ખુબ સુધારો આવ્યો છે. ભોજપુરી ફિલ્મોના કલાકારો પણ આજે દેશમાં લોકપ્રિય થઇ ચુક્યા છે. એવામાં આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ મુળ બિહારની રહેવાસી છે છતાં પણ ભોજપુરી ફિલ્મોમાં ક્યારેય કામ કર્યું નથી અને બૉલીવુડ ઇન્સ્ટ્રીમાં પોતાની ઓળખ ઉભી કરી.

1.નેહા શર્મા:
નેહા શર્માએ વર્ષ 2007 માં ફિલ્મ ‘ક્રૂક’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. નેહાનો જન્મ બિહારના ભાગલપુરમાં થયો હતો.બોલીવુડની સાથે સાથે નેહા સાઉથની ફિલ્મોમાં પણ સક્રિય છે પણ આજ સુધી ભોજપુરી ફિલ્મોમાં કામ નથી કર્યું.

Image Source

2. પ્રિયંકા ચોપરા:
બોલીવુડથી હોલીવુડ સુધી પોતાના અભિનયનો ડંકો વગાડરાની પ્રિયંકા ચોપરા બિહારના જમશેદપુરમાં જન્મેલી છે. જો કે હવે જમશેદપુર ઝારખંડનો ભાગ બની ગયું છે, પ્રિયંકાએ ક્યારેય ભોજપુરી ફિલ્મોમાં કામ નથી કર્યું.

Image Source

3. સોનાક્ષી સિંહા:
સોનાક્ષી બિહારી બાબુના નામથી ફેમસ શત્રુઘ્ન સિંહાની દીકરી છે. એક સમયે શત્રુઘ્ન સિંહાએ અમુક ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું હતું પણ સોનાક્ષી ક્યારેય ભોજપુરી ફિલ્મોમાં જોવા નથી મળી.

Image Source

4. નીતુ ચંદ્રા:
અભિનેત્રી નીતુ ચંદ્રાનો જન્મ બિહારની રાજધાની પટનામાં થયો છે, મૉડલથી અભિનેત્રી અને હવે પ્રોડ્યુસર બની ચુકેલી નીતુ ચંદ્રાએ ક્યારેય પણ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું ન હતું. નીતુ અક્ષય કુમાર અને જૉન અબ્રાહમ જેવા સ્ટાર્સ સાથે કામ કરી ચુકી છે.

Image Source

5. સંદલી સિંહ:
સંદલી સિંહએ ફિલ્મ ‘તુમ બિન’ દ્વારા ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ દ્વારા તે ખુબ જાણીતી અભિનેત્રી બની ગઈ હતી જો કે તેના પછી તેની સફર કઈ ખાસ રહી ન હતી છતાં પણ તેણે ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાનું ક્યારેય ન વિચાર્યું.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.