આ 8 અભિનેત્રીઓ તલાક બાદ ના કર્યા બીજા લગ્ન, કેટલીક તો આજે પણ છે સિંગલ મધર

આ રૂપસુંદરીઓ આજ સુધી જીવી રહી છે એકલવાયું જીવન

લગ્ન એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે. જે એક જન્મ માટે નહિ પરંતુ સાત જન્મોના બંધન રૂપમાં જોવામાં આવે છે. પરંતુ આજના દોરમાં તો આ વાત જાણે જૂની લાગે છે.

આજકાલ આ સંબંધ પતિ-પત્ની વચ્ચે સમજદારીના રૂપમાં જ નિભાવવામાં આવે છે. કયારેક કેટલાક લગ્ન એકબીજા વચ્ચે અનબનના કારણે તૂટી જાય છે. આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશુ જેમણે તલાક બાદ બીજા લગ્ન કર્યા નહિ અને તેમાંની કેટલીક તો આજે પણ સિંગલ મધર છે.

1.જેનિફર વિંગેટ : ટીવી જગતની જાણિતી અભિનેત્રી જેનિફર વિંગેટ તેના તલાકની ખબરોને કારણે એ સમયે ચર્ચામાં રહી હતી. જેનિફર, કરણ સિંહ ગ્રોવરની બીજી  પત્ની હતી. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા.

જેનિફર-કરણની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન જોડીને ચાહકોએ ઘણી પસંદ કરી હતી. જો કે, 2 વર્ષની અંદર અંદર તેમનો તલાક થઇ ગયો. તે બાદ કરણે બિપાશા બસુ સાથે લગ્ન કરી લીધા હતા. જો કે, તલાક બાદ જેનિફર હજી સુધી સિંગલ છે.

2.કરિશ્મા કપૂર : બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરની સગાઇ પહેલા બોલિવુડના બિગ બીના દીકરા અને અભિનેતા અભિષેક બચ્ચન સાથે કરવામાં આવી હતી, પરંતુ સગાઇ તૂટી ગઇ જો કે, આનું કારણ કયારેય સામે આવ્યુ નથી. વર્ષ 2003માં અચાનક કરિશ્મા કપૂરે દિલ્લીના બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા અને મુંબઇ છોડી દિલ્લીમાં રહેવા લાગી. તેણે વર્ષ 2005માં એક દીકરી સમાયરા અને વર્ષ 2010માં દીકરા કિયાનને જન્મ આપ્યો, પરંતુ વર્ષ 2014માં બંનેએ તલાકનો કેસ ફાઇલ કર્યો, સુલહની કોશિશ પણ થઇ  પરંતુ વાત ના બની અને વર્ષ 2016માં ઓફિશિયલ તલાક થઇ ગયો.

તે બાદ સંજયના જીવનમાં પ્રિયા સચદેવ આવી, જે વર્ષ 2011માં વિક્રમ ચટવાલ સાથે તલાક લઇ ચૂકી હતી. પ્રિયા મોડલની સાથે સાથે અભિનેત્રી અને બિઝનેસ વુમન પણ હતી. વર્ષ 2017માં તે બંનેએ લગ્ન કરી લીધા અને તેમનો એક દીકરો પણ છે. પરંતુ કરિશ્મા કપૂરે તલાક બાદ લગ્ન ન કર્યા અને તે આજે પણ એકલી તેના બાળકોની દેખરેખ રાખી રહી છે.

3.અમૃતા સિંહ : એક સમયે બોલિવુડની ટોપ અભિનેત્રી રહી ચૂકેલી અમૃતા સિહે તેનાથી 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. અમૃતા  અને સૈફની મુલાકાત ફિલ્મ ‘બેખુદી’ના સેટ પર થઇ હતી. વર્ષ 1991માં બંનેએ લગ્ન કરી લીધા. તે બાદ તેઓએ 13 વર્ષ પછી તલાક લઇ લીધા.

તલાકના કેટલાક વર્ષ બાદ સૈફે કરીનાા કપૂર સાથે લગ્ન કરી લીધા તો બીજી તરફ આજે પણ અમૃતા સિંગલ છે. તે તેમના બંને બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન સાથે રહેે છે અને બંને બાળકોની દેખરેખ પણ રાખે છે.

4.રીના દત્તા : વર્ષ 1986માં આમિર ખાન અને રીના દત્તાએ પરિવાર વિરૂદ્ધ જઇને લગ્ન કર્યા હતા. રીના આમિરની બાળપણની મિત્ર હતી અને મિત્રતા પ્રેમમાં પરિણમી તે બાદ તેઓએ લગ્ન કરી લીધા. આમિર અને રીનાના બે બાળકો છે ઇરા અને જુનૈદ. જો કે, વર્ષ 2002માં બંનેએ સહમિત સાથે તલાક લઇ લીધો.

5.પૂજા બેદી : પૂજા બેદી અને ફરહાન ફર્નીચરવાલાની લવ સ્ટોરી ઘણી ચર્ચામાં રહી હતી. બંનેએ વર્ષ 1994માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પૂજાએ બે બાળકોને જન્મ પણ આપ્યો હતો. પરંતુ સમય સાથે પૂજા અને ફરહાનના જીવનમાં બધુ બગડવા લાગ્યુ, જે બાદ તેમણે તલાકનો રસ્તો અપનાવ્યો. પૂજા આજે પણ સિંગલ છે.

6.હની ઇરાની : બોલિવુડ અભિનેતા ફરહાન અખ્તરના પિતા અને મશહૂર ગીતકાર જાવેદ અખ્તરે વર્ષ 199માં હની ઇરાની સાથેે લગ્ન કર્યા હતા. તે સમયે હની 17  વર્ષના હતા. લગ્ન બાદ તેમણે ફરહાન અને ઝોયાને જન્મ આપ્યો. એવું કહેવામાં આવે છે કે, લગ્નના કેટલાક વર્ષ બાદ બંનેના  જીવનમાં બધુ બદલાઇ ગયુ. જાવેદ અખ્તરનું દિલ અભિનેત્રી શબાના આઝમી પર આવી ગયુ હતુ. જે બાદ તેમણે વર્ષ 1984માં તલાક લઇ લીધો અને હની ઇરાનીએ તલાક બાદ કયારેય લગ્ન કર્યા નહિ.

7.આરતી બજાજ : મશહૂર બોલિવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે બે લગ્ન કર્યા છે. અનુરાગે 9 વર્ષ ડેટિંગ કર્યા  બાદ વર્ષ 2003માં કોલેેજ ફ્રેન્ડ આરતી બજાજ સાથે લગ્ન કર્યા હતા. બંનેનો સંબંધ વધુ નાા ચાાલી શક્યો અને લગ્નના 6  વર્ષ બાદ તેઓ અલગ થઇ ગયા. આરતી હવે એકલા જ પોતાનું જીવન ગુજારી રહી છે.  અનુરાગે તલાકના કેટલાક સમય બાદ વર્ષ 2011માં અભિનેત્રી કલ્કિ કોચલીન સાથેે લગ્ન કર્યા, જો કેે તેમનો પણ તલાક થઇ ગયો.

8.નિક્કી બેદી : અભિનેતા  કબીર બેદીએ તો લવ મેરેજ બાદ પણ તેમની પત્નીને તલાક આપ્યો. તેમણે વર્ષ 1992માં ઇંડો-એંગ્લિયન  નિક્કી સાથેે લગ્ન કર્યા હતા. કેટલાક સમય બાદ બંને વચ્ચે તણાવ વધવા લાાગ્યો અને તેમના તલાક થઇ ગયા. કબીર બેદીએ તેમના 70મા જન્મદિવસના અવસર પર વર્ષ 2016માં પરવીન દુસાંજ સાથેે લગ્ન કર્યાા હતા. જો કે, હાલ નિક્કી એકલા જ જીવન વીતાવી રહી છે.

Shah Jina