એક સમયની જાણીતી અભિનેત્રી અને હાલની કોંગ્રેસ નેતા એવી નગમાએ પોતાની કારકિર્દીમાં ઘણી ફિલ્મો કરી છે. 25 ડિસેમ્બર-1974ના રોજ જન્મેલી નગમાં 46 વર્ષની થઇ ચુકી છે. જન્મદિસવના આ ખાસ અવસર પર આજે અમે તમને નગમાના જીવનની અમુક ખાસ વાતો જણાવીશું.

નગમાંનો જન્મ મુસલમાન માં અને હિન્દૂ પિતાના ઘરે ક્રિસમસના દિવસે થયો હતો. ઘણા સમયથી ફિલ્મોથી દૂર નગમાએ 30 વર્ષ પહેલા વર્ષ 1990 માં સલમાન ખાન સાથે ફિલ્મ બાગી દ્વારા બૉલીવુડ ડેબ્યુ કર્યું હતું.

આ ફિલ્મ દ્વારા નગમાં રાતોરાત સ્ટાર બની ગઈ હતી પણ તેની ફિલ્મી કારકિર્દી ખાસ સફળ ન રહી શકી. નગમાનું અસલી નામ નંદિતા મોરારજી છે. ફિલ્મોમાં આવ્યા પછી તેણે નામ બદલીને નગમા કર્યું હતું.

નગમાના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તે અનેક વિવાદોમાં ઘેરાયેલી રહી હતી, અને તેના લવલાઈફ વિશે પણ કોઈ જાણતું નહિ હોય. એક સમયે નગમા ક્રિકેટર સૌરવ ગાંગુલી સાથે રિલેશનમાં રહી ચુકી હતી. જો કે સૌરવ પહેલાથી જ વિવાહિત હતા છતાં પણ નગમાને ડેટ કરતા હતા.

સૌરવ નગમાને એટલી હદ સુધી પ્રેમ કરતા હતા કે તે પોતાની પત્ની ડોનાને છૂટાછેડા આપવા માટે પણ તૈયાર થઇ ગયા હતા. પણ પછી સૌરવે આ બધાથી દૂર પોતાની કારકિર્દી પર ફોકસ કરવાનું વિચાર્યું અને આખરે ત્રણ વર્ષના રિલેશન પછી બંન્ને અલગ થઇ ગયા.

સૌરવના સિવાય નગમાનું નામ ભોજપુરી અભિનેતા રવિ કિશન સાથે પણ જોડાયુ હતું. જો કે નગમાએ આજ સુધી કોઈની સાથે લગ્ન નથી કર્યા. બૉલીવુડ સિવાય નગમા ભોજપૂરી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરી ચુકી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈને વર્ષ 2004માં નગમાએ કોંગ્રેસ પ્રત્યાશીનાં રૂપમાં મેરઠ-હાપુડ લોકસભા સીટથી ચુનાવ લડ્યો હતો. એક ચુનાવ સભાના દરમિયાન એક વ્યક્તિના છેડછાડ કરવા પર તે ભડકી ઉઠી હતી અને થપ્પડ પણ મારી દીધી હતી.