એક જમાનાની લોકપ્રિય અને સુંદર અભિનેત્રી મુમતાઝએ બોલીવુડમાં 60 અને 70 ના દશકમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે સમયમાં દરેક લોકોની ધડકન મુમતાઝ હતી. પોતાની અદાઓની સાથે જ્યારે મુમતાઝ સ્ક્રીન પર આવતી તો દરેક કોઈ ઘાયલ થઈ જતા હતા.
મુમતાઝે પોતાના સુંદર અંદાજથી દર્શકોને દીવાના બનાવ્યા હતા. પણ મુમતાઝના જીવનમાં એક એવો ખરાબ સમય આવ્યો કે તેનું જીવન જ બદલાઈ ગયું. આજે અમે તમને અભિનેત્રી મુમતાઝની જીવનશૈલી વિશેની ખાસ બાબતો જણાવીશું.
મુમતાઝનો જન્મ 31 જુલાઈ, 1947 મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો. આજે મુમતાઝ 72 વર્ષની થઇ ચુકી છે. મુમતાઝે માત્ર 12 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પોતાની બહેન મલિકાની સાથે તે રોજ સ્ટુડિયો જતિ હતી અને નાના-મોટા રોલ માંગ્યા કરતી હતી.
મુમતાઝે વર્ષ 1960 માં પોતાની કારકિર્દી ફિલ્મ ‘ગહરા દાગ’માં સાઈડ રોલ દ્વારા શરૂ કરી હતી. શરૂઆતમાં તો મુમતાઝને હિટ ફિલ્મોના નાના રોલ જ મળતા હતા પણ ધીમે-ધીમે તેને મુખ્ય રોલ મળવાના શરૂ થયા હતા.
મુમતાઝની માં અને કાકી નિલોફર પણ પહેલાથી જ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા હતા. એક બેસ્ટ અભિનેત્રી બનવાનું સપનું મુમતાઝે બાળપણથીજ પોતાના મનમાં સજાવીને રાખ્યું હતું, જેણે તેને સાચું કરી બતાવ્યું.
View this post on Instagram
With Pran Sahab🙏✨ #Mumtaz #mumtazji #mumtazmadhvani #pran #divaofbollywood #evergreenactress #diva
મુમતાઝે એક પછી એક 16 એક્શન ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. મુમતાઝની ઘણી ફિલ્મો અભિનેતા અને રેસલર દારા સિંહ સાથે આવી હતી, જેના દ્વારા મુમતાઝ પર સ્ટંટ ફિલ્મ અભિનેત્રીનો સિક્કો લાગી ગયો.
દારા સિંહ એક ફિલ્મ માટે સાઢા ચાર લાખ રૂપિયા લેતા હતા જ્યારે મુમતાઝ અઢી લાખ રૂપિયા ફી લેતી હતી. દારા સિંહ સાથે મુમતાઝની જોડી દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.
મુમતાઝે રાજેશ ખન્ના, શશી કપૂર, રાજેન્દ્ર કુમાર અને ધર્મેન્દ્ર જેવા એભિનેતાઓ સાથે ઘણી હિટ ફિલ્મો આપી હતી. વર્ષ 1970 માં ફિલ્મ ‘ખિલૌના’ માટે મુમતાઝને ફિલ્મફેર બેસ્ટ અભિનેત્રીનો ઍવોર્ડ પણ મળ્યો હતો. રાજેશ ખન્ના સાથે મુમતાઝે લગાતાર 10 ફિલ્મો કરી હતી.
એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે અભિનેતા શશી કપૂરનું દિલ મુમતાઝ પર આવી ગયું હતું અને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું. તે સમયે મુમતાઝની ઉંમર માત્ર 19 વર્ષની જ હતી.
શમી કપૂર ઇચ્છતા હતા કે મુમતાઝ ફિલ્મી કારકિર્દીને છોડીને તેની સાથે લગ્ન કરી લે પણ મુમતાઝને તે મંજુર ન હતું અને બંન્ને અલગ થઇ ગયા. આ સિવાય તે સમયમાં મુમતાઝનું નામ સંજય ખાન, ફિરોજ ખાન, દેવ આનંદ જેવા સિતારાઓ સાથે પણ જોડાયું હતું, પણ ફિલ્મ ‘આઈના’ પછી મુમતાઝે મૂળ ગુજરાતના લંડનમાં રહેતા મયુર વધવાની સાથે વર્ષ 1974 માં લગ્ન કરી લીધા અને બ્રિટેન જઈને રહેવા લાગી હતી. મુમતાઝની બે દીકરીઓ પણ છે.
View this post on Instagram
💓💓💓 • #Mumtaz #Mumtazmadhvani #divaofbollywood #superstar #evergreenactress #diva
લગ્ન પછી મુમતાઝની ત્રણ ફિલ્મો રિલીઝ થઇ હતી, જેની શૂટિંગ તેણે લગ્ન પહેલા જ પુરી કરી લીધી હતી. 53 વર્ષની ઉંમરે મુમતાઝને કેન્સર થઇ ગયું હતું, જો કે તેણે કેન્સર જેવી જીવલેણ બીમારીને પણ માત આપી દીધી હતી. પણ હાલ તેને થાઇરોઇડ સંબંધી સમસ્યા છે.
View this post on Instagram
With Shashi Kapoor 🌷✨ In Perm Kahani ❤ #Mumtaz #Mumtazmadhvani #Shashikapoor
જો કે કિમોથેરાપીને લીધે મુમતાઝના માથાના વાળ પણ ખરી ગયા હતા અને તેને ઘરેથી નીકળતા પણ બીક લાગવા લાગી હતી જેનો ખુલાસો મુમતાઝે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. જો કે બીમારીને લીધે મુમતાઝની એવી હાલત થઇ ગઈ હતી કે આજે તેને ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ છે.
હોસ્પિટલમાં ઇલાજના સમયે તેના પતિ અને પરિવારે તેનો સાથ છોડ્યો ન હતો, અને લાંબા સમય પછી મુમતાઝે બિમારીનો સામનો કરીને કેન્સરના વિરુદ્ધ જીત મેળવી લીધી. હાલ મુમતાઝ લંડનમાં પોતાના પરિવાર સાથે રહે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ