કયુટી અભિનેત્રી મૃણાલ ઠાકુર અને બાદશાહ વચ્ચે ઈલુ-ઈલુ? શિલ્પા શેટ્ટીની દિવાળી પાર્ટીમાં જુઓ શું કરતા દેખાયા

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખુબસુરત અભિનેત્રી મૃણાલ ઠાકુર અને સોન્ગ રેપર બાદશાહ હાલ એક વીડિયોને કારણે ખુબ ચર્ચામાં આવ્યા છે. આ કપલ એક દવાળી પાર્ટીમાં હાથમાં હાથ પરોવતાં દેખાયું હતું. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. તેમની આ રોમાન્ટિક અદા પરથી તે ઓ ડેટ કરી રહ્યા હોવાની અટકળ ફેલાઈ છે.

રસપ્રદ અને મહત્વની વાત તો એ છે કે, ખુબસુરત અભિનેત્રી મૃણાલે પોતે જ આ પાર્ટી વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમાં તેણે તે અને બાદશાહ હાથમાં હાથ પકડીને આવ્યા છે તે પોસ્ટનો પણ સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે રેપર બાદશાહ અને અભિનેત્રી મૃણાલ બંને માટે અન્ય સાથે ડેટિંગની વાત અગાઉ ચર્ચાઈ ચુકી છે. સાથની કયુટી અભિનેત્રી મૃણાલ સાઉથના એક સ્ટારને ડેટિંગ કરી રહી હોવાની વાત થોડા સમય પહેલાં વાયુવેગે ફેલાઈ હતી.

આ આખો વીડિયો ત્યારનો છે જ્યારે અભિનેત્રી મૃણાલ અને રેપર બાદશાહ શિલ્પાની પાર્ટીમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. વીડિયોમાં બંને હસતા અને ફોટોગ્રાફર માટે ખુશી ખુશી પોઝ આપતા જોવા મળ્યા હતા.

આ પછી બંને એકબીજાનો હાથ પકડીને કાર તરફ જવા લાગ્યા. આ વીડિયો વાઇરલ થતાની સાથે જ તેમની ડેટિંગની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તમને ખબર નહિ હોય પણ બાદશાહે 2012માં જાસ્મીન મસીહ સાથે મેરેજ કર્યા હતા

અને જાસ્મીને સંઘર્ષના સમયમાં બાદશાહને ઘણો સાથ આપ્યો હતો. બંનેને એક પુત્રી જેસામી ગ્રેસ મસીહ પણ છે, જેનો જન્મ 2017માં થયો હતો. 3વર્ષ પછી, લોકડાઉનમાં બાદશાહ અને જાસ્મિનના છૂટાછેડા થઈ ગયા.

YC