જીવનશૈલી મનોરંજન

આ 6 અભિનેત્રીઓએ પોતાના લગ્નમાં પહેર્યો પતિના ધર્મના અનુસાર લગ્નનો પહેરવેશ

બૉલીવુડ અને ટીવી ઇન્ડસ્ટ્રી એ વાતનું ઉદાહરણ છે કે પ્રેમમાં કોઈપણ જાત, ધર્મ કે બંધન નથી હોતું. તેની સાબિતી આપતા ઘણી અભિનેત્રીઓએ પતિના ધર્મના આધારે લગ્ન કરવાની સાથે સાથે તેના ઘર્મના હિસાબે જ લગ્નનો પહેરવેશ પણ ધારણ કર્યો હતો. આવો તો જણાવીએ આવી અભિનેત્રીઓ વિશે.

1. આશ્કા ગોરાડીયા:

Image Source

આશ્કાની અમેરિકામાં અચાનક જ બ્રેન્ટ ગોબલ સાથે થયેલી મુલાકાત લગ્નમાં બદલાઈ ગઈ. આશ્કાએ બ્રેન્ટ સાથે ભારિતય અને ક્રિશ્ચન બંન્ને રિવાજો સાથે લગ્ન કર્યા હતા. બ્રેન્ટનો ધર્મ ક્રિશ્ચિયન હતો માટે આ ધર્મના લગ્નમાં આશ્કાએ સુંદર ક્રિશ્ચિયન વેડિંગ ડ્રેસ પહેર્યો હતો.

2. જેનેલિયા ડિસુઝા:

Image Source

જેનેલિયા ડિસુઝાએ ક્રિશ્ચિયન અને બીજા મહારાષ્ટ્રીયન રિવાજથી લગ્ન કર્યા હતા. રિતેશ દેશમુખ સાથે મહારાષ્ટ્રીયન રિવાજથી લગ્ન કરવા માટે જેનેલિયાએ ખાસ સાડી ડિઝાઇન કરાવી હતી જેના પર ગોલ્ડના થ્રેડ્સ, જરદોશી અને સિક્વન્સ વર્ક પણ કરવામાં આવ્યું હતું.

3.અનિતા હસનંદાની:

Image Source

અનિતા હસનંદાનીએ રોહિત રેડ્ડી સાથે સાઉથ ઇન્ડિયન રિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્ન માટે અનિતાએ કાંજીવરમ સાડી પહેરી હતી જેના પર ગોલ્ડન બોર્ડર પણ હતી. પોતાના લુકને પૂર્ણ કરવા માટે અનિતાએ ગોલ્ડ પર્લનાં ઘરેણા પણ પહેર્યા હતા અને વાળમાં ફૂલોનો ગજરો લગાવ્યો હતો.

4. દીપિકા કક્ક્ડ:

Image Source

અભિનેત્રી દીપિકા કક્ક્ડએ શોએબ ઈબ્રાહીમ સાથે લગ્ન કર્યા છે. બંને વચ્ચે ઘર્મનું ઘણું અંતર છે અને દીપિકાએ પહેલા પતિથી છૂટાછેડા પણ લીધા હતા છતાં પણ બંનેની પ્રેમ કહાની લાજવાબ રહી. લગ્નના સમયે દીપિકાએ ખુબ જ સુંદર ગુલાબી રંગનું શરારા પહેર્યું હતું, જેના પર સિલ્વર અને ગોલ્ડન જરદોષી વર્ક કરેલું હતું. તેની સાથે દીપિકાએ કુંદન અને ગ્રીન સ્ટોનના ઘરેણા પણ પહેરી રાખ્યા હતા. દીપિકાનો આવો પહેરવેશ તેના પતિના ધર્મના અનુસાર જ હતો.

5. પ્રિયંકા ચોપરા:

Image Source

પ્રિયંકા ચોપરાએ અમેરિકી સિંગર નિક જૉનસ સાથે હિન્દૂ અને ક્રિશ્ચિયન બંન્ને રિવાજો સાથે લગ્ન કર્યા હતા. કિશ્ચિયન વેડિંગમાં પ્રિયંકાએ લૉરેન દ્વારા ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું, જે લેસ, ક્રિસ્ટલ અને ડેલિકેટ ફેબ્રિકટથી બનેલું હતું. જેમાં પ્રિયંકા ખુબ જ સુંદર લાગી રહી હતી.

6. દીપિકા પાદુકોણ:

Image Source

દીપિકા પાદુકોણ સાઉથ ઇન્ડિયન છે જયારે રણવીર સિંહ સિંધી માટે આ બંન્ને રિવાજોથી લગ્ન થયા હતા. સાઉથ રીતના લગ્નમાં દીપિકાએ કાંજીવરમ સાડી પહેરી હતી જ્યારે સિંધી રિવાજથી થયેલા લગ્નમાં દીપિકાએ સબ્યસાચીનો ડિઝાઇન કરેલો લહેંગો પહેર્યો હતો.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.