એક સમયે આવી દેખાતી હતી રામ તેરી ગંગા મૈલી ની અભિનેત્રી મંદાકિની, વર્ષો પછી અત્યારે જુઓ કેવી થઇ ગઈ

ઝરણાના સીનમાં એટલી બોલ્ડ દેખાતી હતી કે તે જમાનામાં દરેક પુરુષો આની ચર્ચા કરતા, આજે સાવ આવી દેખાઈ રહી છે, જોત જ દંગ રહી જશો

80ના દશકની એવી ઘણી અભિનેત્રીઓ છે જે એક સમયે સફળ અને લોકપ્રીય અભિનેત્રીઓમાંની એક હતી અને પોતાની કારકિર્દીમાં એકથી એક શાનદાર ફિલ્મો આપી હતી. પણ આજે આ જ અભિનેત્રીઓ બોલીવુડથી દૂર ગુમનામીનું જવન જીવી રહે છે, જો કે અમુક અભિનેત્રીઓ એવી છે કે તે ક્યાં રહે છે, શું કરે છે તેની કોઈ જ જાણકારી નથી. એવી જ એક જમાનાની સફળ અભિનેત્રી છે મંદાકિની.

 

View this post on Instagram

 

A post shared by Mandakini (@mandakiniofficial)

મંદાકિનીએ વર્ષ 1985માં મેરે સાથી ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યું હતું. મંદાકિનીએ પોતાની કારકિર્દીમાં ડાન્સ ડાન્સ, લોહા, જાલ, શેષનાગ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે પણ તેને સાચી ઓળખ ફિલ્મ રામ તેરી ગંગા દ્વારા મળી હતી. આ ફિલ્મમાં માત્ર સફેદ સાડી પહેરીને મંદાકિનીએ ઝરણાના પાણીમાં ખુબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેને લીધે તે રાતોરાત ફેમસ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Mandakini (@mandakiniofficial)

તે સમયમાં આવા બોલ્ડ સીન્સ આપવા અભિનેત્રીઓ માટે ખુબ મોટી વાત હતી, એવામાં મંદાકીનીએ બેધડક બોલ્ડ સીન્સ આપીને સનસની મચાવી દીધી હતી.તે સમયે મંદાકીનીનું નામ ટોપ અભિનેત્રીઓમાં ગણવામાં આવતું હતું પણ ગેંગસ્ટર સાથે નામ જોડાયા પછી તેની ઝીંદગી અને કારકિર્દી એટલી હદ સુધી ડૂબી ગઈ કે તે ઈન્ડસ્ટ્રીથી દૂર જવા માટે મજબુર બની ગઈ હતી.ત્યારથી લઈને આજ સુધી મંદાકિની ગુમનામીનું જીવન જીવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mandakini (@mandakiniofficial)

તે સમયે મંદાકિનીએ અચાનક જ ડોક્ટર કગ્યુર ટી, રિનપોચે ઠાકુર સાથે લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા, જેના પછી મંદાકિની ફિલ્મોમાંથી હંમેશા માટે ગાયબ થઇ ગઈ હતી.  મંદાકિની છેલ્લી વાર વર્ષ 1996માં રિલીઝ થયેલી ફિલ્મ જોરદારમાં જોવા મળી હતી, ફિલ્મમાં ગોવિંદા, નીલમ કોઠારી અને આદિત્ય પંચોલી પણ મુખ્ય કિરદારમાં હતા.મળેલી જાણકારીના આધારે હાલ મંદાકિની તિબ્બતમાં રહે છે અને યોગા ક્લાસ ચલાવે છે અને તિબ્બતી દવાઓનું વેંચાણ પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Mandakini (@mandakiniofficial)

જો કે ફિલ્મોથી દૂર મંદાકિની સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે એન પોતાની તસવીરો શેર કરતી રહે છે. એવામાં જયારે મંદાકિનીની તસવીરો સામે આવી તો તેના બદલાયેલા લુકને જોઈને લોકો હેરાન રહી ગયા હતા.જો કે 58 વર્ષની મંદાકિની આ ઉંમરે પણ સક્રિય છે અને પોતાને એકદમ ફિટ રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Mandakini (@mandakiniofficial)

મળેલી જાણકારીના આધારે મંદાકિની ફરીથી ઇન્ડસ્ટ્રીમાં કમબેક કરવા જઈ રહી છે અને તેણે આ નિર્ણય પોતાના દીકરા રાબિલ ઠાકુર માટે લીધો છે.પોતાના કમબેક પર વાત કરતા મંદાકિનીએ જણાવ્યું કે,”તે સાજન અગ્રવાલ સાથે કામ કરીને ખુબ જ ખુશ છે. સાજન મ્યુઝિક વીડિયોને ડાયરેક્ટ કરી રહ્યો છે. મંદાકિનીએ કહ્યું કે આ મ્યુઝિક વીડિયો એક માં વિષે છે જેનું ટાઇટલ છે ‘માં ઓ માં’.જે ખુબ જ સુંદર ગીત છે અને આ ગીતની સૌથી સારી વાત એ છે કે મારો દીકરો આ મ્યુઝિક વીડિયોમાં લીડ રોલ પ્લે કરી રહ્યો છે”

 

View this post on Instagram

 

A post shared by Mandakini (@mandakiniofficial)

જ્યારે સાજન અગ્રવાલનું કહેવું છે કે મંદાકિની તેના જ હોમટાઉનથી છે અને તેનો દીકરો આ મ્યુઝિક વિડીયો દ્વારા ડેબ્યુ કરી રહ્યો છે અને સાથે જ મંદાકિનીને ડાયરેક્ટ કરવાનું મારું સપનું પૂર્ણ થશે. મ્યુઝિક ડાયરેકરે જણાવ્યું કે,”આ ગીતને સાજન દ્વારા લખવામાં આવ્યું છે. બબલી હક અને મીરાંએ કમ્પોઝ કર્યું છે અને ઋષભ ગિરીએ ગાયું છે જ્યારે ગુરુજી કૈલાશે તેને પ્રોડ્યુસ કર્યું છે. જણાવી દઈએ કે સાજનની મંદાકિની સાથે શોર્ટ ફિલ્મ ડાયરેક્ટ કરવાની પણ કામના છે.

Krishna Patel