“રામ તેરી ગંગા મેલી”ની આ અભિનેત્રીએ આપ્યા ખુબ જ બોલ્ડ સીન, છુપાઈ છુપાઈને જોતા હતા ફિલ્મના દૃશ્યો, જાણો આજે ક્યાં છે ?

દાઉદ ઇબ્રાહિમ નહીં પરંતુ હવે આની સાથે રહે છે મંદાકિની, જુઓ તસવીરો

1985માં આવેલી ફિલ્મ “રામ તેરી ગંગા મેલી” એ સમયે ખુબ જ ચર્ચામાં રહી હતી આજે પણ ઘણા લોકો એ ફિલ્મને જોવાની ઈચ્છા રાખતા હોય છે. તેનું કારણ ફિલ્મની અભિનેત્રીનો બોલ્ડ અંદાઝ હતો. આ ફિલ્મમાં મંદાકિનીએ એક એવો સીન આપ્યો જેને લોકોએ સંતાઈ સંતાઈને પણ વારંવાર જોયો હતો.

રાજ કપૂરની ફિલ્મ “રામ તેરી ગંગા મેલી”માં મંદાકિની સફેદ સાડી પહેરી અને પાણીમાં ઉતરે છે અને પાણીમાં ભીંજાવવાના કારણે તેનું આખું શરીર વસ્ત્રોની આરપાર દેખાય છે જેના કારણે મંદાકિની એ સમયે ખુબ જ ચર્ચામાં આવી હતી અને આ ફિલ્મ પણ એ સીનના કારણે ખુબ જ પ્રખ્યાત બની હતી. મંદાકિનીનું આ રૂપ જોઈને લોકો તેના દીવાના બની ગયા હતા. તેની આંખો પણ એવી આકર્ષક હતી કે ઘરમાં કોઈ બાળક એના જેવી આંખો લઈને જન્મે તો પણ તેને મંદાકિની જ કહીને બોલાવતા.

એ દાયકામાં આવા દૃશ્યો પડદા ઉપર દર્શાવવામાં આવતા નહોતા. એ સમયે ટીવીની પણ સંખ્યા ખુબ જ ઓછી હતી જેના કારણે લોકોને આ પ્રકારનું મનોરંજન પણ મળતું નહોતું, એ સમયે રાજ કપૂરે પોતાની ફિલ્મમાં આ પ્રકારનું એક દૃશ્ય ઉમેરી સૌને હેરાન કરી દીધા હતા.

મંદાકિનીએ એ પહેલા પણ 2 ફિલ્મ માટે ઓડિશન આપ્યા હતા પરંતુ તેને એકપણ ફિલ્મ મળી નહીં, આ દરમિયાન જ રાજ કપૂરની નજર મંદાકિની ઉપર પડી અને તેમેને પોતાની ફિલ્મમાં મંદાકિનીને જગ્યા આપી. ત્યારથી જ મંદાકિની પ્રકાશમાં આવવા લાગી. “રામ તેરી ગંગા મેલી” ફિલ્મ બાદ મંદાકિનીને જે ફિલ્મો મળી તેમાં પણ તેને પાણીમાં ઉતરવાનું એક દૃશ્ય તો આપવામાં આવતું જ જેના કારણે તેની ગણતરી સી ગ્રેડની અભિનેત્રીઓમાં થવા લાગી, મોટા કલાકાર મંદાકિની સાથે કામ કરવાનું પણ પસંદ કરતા નહોતા જેના કારણે મંદાકિનીએ માત્ર 5 વર્ષ જ બોલીવુડમાં કામ કરી અને સન્યાસ લઇ લીધો.

મંદાકિની દાઉદ સાથેના સંબંધોને લઈને પણ ખુબ જ ચર્ચામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે મંદાકિની અને દાઉદ વચ્ચે પ્રણય સંબંધો હતા. તેના ફોટા પણ એ સમયે બજારમાં ફરતા જોવા મળ્યા હતા. દાઉદ એ સમયે ગુન્હાની દુનિયામાં ખુબ જ મોટું નામ ધરાવતો હતો. જેના કારણે મંદાકિનીના દાઉદ સાથેના સંબંધોને લઈને ખુબ જ ચર્ચામાં આવી હતી. એક અફવા તો એવી પણ સાંભળવા મળી જેમાં દાઉદ અને મંદાકિનીને એક દીકરો પણ છે.

પરંતુ મંદાકિની દ્વારા આવી કોઈ વાતોને નકારી કાઢવામાં આવી હતી. તેને જણાવ્યું હતું કે તે માત્ર દુબઈમાં દાઉદના શો કરવા માટે જતી હતી. તે ઉપરાંત તેના દાઉદ સાથે કોઈ સંબંધો નથી. શો કારણે થોડી ઓળખાણ છે.

મંદાકિનીનું ફિલ્મી જીવન ખુબ જ કટોકટી ભર્યું રહ્યું છે. જેના કારણે તેને હંમેશા માટે ફ્લ્મિ દુનિયામાંથી વિદાય લઇ લીધી. પોતાની પહેલી ફિલ્મના 5 વર્ષ બાદ જ તેને 1990માં ડૉ. કગ્યુર ટી. રિન્પોચે ઠાકુર સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી દીધી. આ બંને અત્યારે મુંબઈમાં એક તેબેટીયન હર્બલ સેન્ટર ચલાવી રહ્યા છે. મંદાકિનીને બે બાળકો પણ છે જેમાં પુત્ર રબ્બીલ 2000માં એક અકસ્માત દરમિયાન મૃત્યુ પામ્યો હતો અને દીકરી રાબજે તેમની સાથે રહે છે.

Dhruvi Pandya