મલાઈકા અરોરા રડી રડીને અડધી થઇ ગઈ, પિતાએ આત્મહત્યા કરતા આ વ્યક્તિ સાથ આપ્યો, જુઓ કોણ છે એ

બોલીવુડની ટોપ એક્ટ્રેસ અને ડાન્સર મલાઈકા અરોરા પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં જ ન્યુઝ આવી રહ્યા છે કે, અભિનેત્રીના પિતાએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રિપોર્ટ્સ મુજબ એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતાએ બાંદ્રામાં પોતાના ઘરના ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર બાદ મલાઈકા અરોરા મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ છે. હાલ મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

મલાઈકા અરોરાના જીવનમાં એક દુઃખદ ઘટના બની છે. તેના પિતા અનિલ અરોરાનું નિધન થયું છે. આ સમાચાર સમગ્ર બોલીવુડમાં શોકની લહેર ફેલાવી દીધી છે. અનિલ અરોરાને ગત વર્ષે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે મલાઈકા તેની માતા સાથે હોસ્પિટલમાં જોવા મળી હતી, જોકે તેમની સારવારનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું.

મલાઈકાના જીવનમાં તેના માતા-પિતાનો મહત્વપૂર્ણ પ્રભાવ રહ્યો છે. તેણે એક વખત જણાવ્યું હતું કે જ્યારે તેની ઉંમર માત્ર 11 વર્ષની હતી, ત્યારે તેના માતા-પિતા જોયસ પોલીકાર્પ અને અનિલ અરોરાના છૂટાછેડા થયા હતા. આ મુશ્કેલ સમયગાળા દરમિયાન, મલાઈકા અને તેની નાની બહેન અમૃતાને તેમની માતા જોયસે એકલે હાથે ઉછેર્યા હતા. છૂટાછેડા પછી, જોયસ તેની બંને પુત્રીઓ સાથે થાણેથી ચેમ્બુર સ્થળાંતર થઈ ગઈ હતી.

સમય જતાં, જોયસ અને અનિલ અરોરા ફરીથી સાથે રહેવા લાગ્યા હતા. આ સમયગાળા દરમિયાન, મલાઈકા અને અમૃતા નિયમિતપણે તેમના માતા-પિતાને મળવા આવતા હતા. હાલમાં, મલાઈકા મુંબઈના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં સ્વતંત્ર રીતે રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

મલાઈકાના પિતા અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવારમાંથી આવતા હતા. તેમનો પરિવાર મૂળ રૂપે ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ફાઝિલકાનો હતો. અનિલે ભારતીય વાણિજ્ય નૌકાદળમાં સેવા આપી હતી. તેમણે જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા, જે મલયાલી ક્રિશ્ચિયન પરિવારમાંથી આવતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ દુઃખદ સમયમાં, મલાઈકાના પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચ્યા હતા. અરબાઝને મલાઈકાના ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાતચીત કરતા જોવામાં આવ્યા હતા. પ્રારંભમાં, લોકોને આશ્ચર્ય થયું હતું કે અભિનેતા શા માટે તેની પૂર્વ પત્નીના ઘરે આવ્યો હતો. પરંતુ જ્યારે અનિલ અરોરાના નિધનના સમાચાર સામે આવ્યા, ત્યારે તેનું કારણ સ્પષ્ટ થયું અને સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

YC