દુઃખદ: સતીશ પછી વધુ એક મોટી હસ્તીનું થયું નિધન, મુંબઈના વર્લીમાં થશે અંતિમ સંસ્કાર

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સતીશ કૌશિકના મૃત્યુના સમાચારથી આખા દેશમાં ફેન્સને ધ્રાસ્કો લાગ્યો છે એવામાં હવે સમાં દિલ્હી પોલીસને વિગતવાર પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મળ્યો છે. આ રિપોર્ટમાં તેમના મૃત્યુનું સાચું કારણ બહાર આવ્યું છે. અગાઉ અભિનેતા સતીશ કૌશિકના મૃત્યુંને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સતીશ કૌશિકનું ખરેખર કુદરતી મૃત્યું હતું કે કંઈક બીજું તેને લઈને સવાલ ઉભા થયા હતાં. જેનો આજે દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે.દિલ્હી પોલીસના રિપોર્ટ અનુસાર, સતીશ કૌશિકના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હતું. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કૌશિકને હાઈપરટેન્શન અને સુગરનો મેડિકલ હિસ્ટ્રી હતો.

હવે ફરી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં બોલિવૂડ ટોપ અભિનેત્રી કહેવાતી માધુરી દીક્ષિતની માતાનું નિધન થયું છે. માધુરીની મમ્મીએ આજે ​​સવારે 8.40 કલાકે અંતિમ શ્વાસ લેતા આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે. બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. માધુરીના માતાના અવસાનથી ખૂબ જ આઘાત લાગ્યો છે.

તમને જણાવી દઈએ કે આ માહિતી માધુરી દિક્ષિતના પરિવારના સહયોગી રિક્કુ રાકેશ નાથે આપી હતી. તેમણે કહ્યું કે માધુરીના મમ્મીના ઘરે કુદરતી રીતે મૃત્યુ થયું. તે જ સમયે, માધુરી દીક્ષિતે પણ આ વિશે દુઃખદ સમાચાર શેર કર્યા છે. તેણે લખ્યું, ‘ સૌથી પ્રિય આયી સ્નેહલતા દીક્ષિત આજે સવારે પ્રિયજનોથી ઘેરાઈને ચાલ્યા ગયા.

YC