માધુરી દીક્ષિત પર તૂટી પડ્યો દુઃખોનો મોટો પહાડ, મુંબઈમાં થઇ રહ્યા છે અંતિમ સંસ્કાર- જુઓ PHOTOS

બે દિવસ પહેલા બોલીવૂડ અભિનેતા સતીશ કૌશિકના મોતને લઈને હજુ પણ બધા આઘાતમાં છે એવામાં ફરી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની ની ધક-ધક ગર્લ અને ખુબસુરત હિરોઈન માધુરી દીક્ષિત માટે આજનો દિવસ તેના જીવનનો સૌથી ખરાબ દિવસ સાબિત થયો છે. માધરુઇ પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે કારણકે તેની મમ્મી શ્રીમતી સ્નેહલતા દીક્ષિતનું અવસાન થયું છે.

આજે સવારે 8.40 કલાકે અભિનેત્રીની માતાએ અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારના સહકર્મી રિક્કુ રાકેશે આ માહિતી બધા સાથે શેર કરી છે. સ્નેહલતા દીક્ષિતનું ઘરે કુદરતી રીતે મૃત્યુ થયું હતું. માધુરીની મમ્મીએ આજે ​​સવારે 8.40 કલાકે અંતિમ શ્વાસ લેતા આ દુનિયાને કાયમ માટે અલવિદા કહી દીધું છે.

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત આ સમયે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. માધુરીના માતાના અવસાનથી ખૂબ જ આઘાત લાગ્યો છે. તમને જણાવી દઈએ કે આ માહિતી માધુરી દિક્ષિતના પરિવારના સહયોગી રિક્કુ રાકેશ નાથે આપી હતી. તેમણે કહ્યું કે માધુરીના મમ્મીના ઘરે કુદરતી રીતે મૃત્યુ થયું. તે જ સમયે, માધુરી દીક્ષિતે પણ આ વિશે દુઃખદ સમાચાર શેર કર્યા છે.

તેણે લખ્યું, ‘ સૌથી પ્રિય આયી સ્નેહલતા દીક્ષિત આજે સવારે પ્રિયજનોથી ઘેરાઈને ચાલ્યા ગયા. તમને જણાવી દઈએ કે અભિનેત્રી માધુરી દીક્ષિત તેની માતા સ્નેહલતાની ખૂબ નજીક હતી. હજુ તો 2022 માં જૂન મહિનામાં અભિનેત્રીએ તેની માતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેની માતાના જન્મદિવસની ઉજવણી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

તેની માતા સાથેની યાદોને શેર કરતા માધુરીજીએ કેપ્શનમાં લખ્યું હતું કે, “હેપ્પી બર્થડે મારી આઈ! કહેવાય છે કે માતા દીકરીની બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તેઓ ખરેખર સાચા છે. તમે મારા માટે જે કંઈ કર્યું છે, તમે મને જે પાઠ શિખવ્યા છે તે તમે મને આપેલી સૌથી મોટી ભેટ છે. હું તમને ફક્ત સારા સ્વાસ્થ્ય અને સુખની ઇચ્છા કરું છું.

 

YC