એક જમાનાની ફેમસ અભિનેત્રી મધુ 49 વર્ષની થઇ ચુકી છે. 26 માર્ચ 1969 ના રોજ જન્મેલી મધુએ અજય દેવગનની સાથે ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. મધુ બોલીવુડથી દૂર પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. આજે અમે તમને મધુના પરિવાર અને તેની જીવનશૈલી વિશે જણાવીશું.

વર્ષ 1991 માં અજય-મધુની ફિલ્મ ફૂલ ઔર કાંટે સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં બંનેની જોડીને પણ ખુબ પસંદ કરવામાં આવી હતી અને મધુ રાતોરાત એક સ્ટાર બની ગઈ હતી.

પોતાની કારકિર્દીમાં મધુએ હિંદી સિવાય મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક સારી અદાકારા હોવાની સાથે સાથે મધુ એક બેસ્ટ ડાન્સર પણ છે.

જણાવી દઈએ કે મધુ અભિનેત્રી હેમા માલિનીની પણ સબંધી છે. સંબંધમાં હેમા માલિની મધુની ફઈ છે અને અભિનેત્રી જુહી ચાવલા મધુની ભાભી છે.

હંમેશાથી જ હેમા માલિની મધુની આઇડલ રહી છે અને મધુ બાળપણથી જ હેમા માલિનીની જેમ ફિલ્મોમાં કામ કરીને ખાસ ઓળખ બનાવવા માગતી હતી.

અભિનેત્રી બનવા માટે મધુએ ખુબ મહેનત કરી હતી. અભિનેત્રી બનવા માટે મધુએ પોતાનો ખુબ વજન ઓછો કર્યો હતો. આ સિવાય પોતાના દાંતને ઠીક કરાવ્યા, હેરસ્ટાઇલમાં બદલાવ કર્યો, સ્કિન કલરમાં નિખાર આપ્યો અને હિન્દી ભાષા શીખી, આ સિવાય એક્ટિંગનો પણ કોર્સ કર્યો હતો.

મધુનો જન્મ ચેન્નાઈના તમિલ પરિવારમાં થયો હતો. મધુ જ્યારે 13 વર્ષની હતી ત્યારે તેની માં રેણુકાનું કેન્સરને લીધે અવસાન થઇ ગયું હતું, તેના છતાં પણ મધુએ મહેનત કરી અને પોતાના સપનાને સાકાર કરી બતાવ્યું.

ફિલ્મ ફૂલ ઔર કાંટે માટે અજયના પિતા વીરુ દેવગને મધુને સાઈન કરી હતી જો કે મધુની પહેલી રિલીઝ ફિલ્મ મલયાલમ ભાષાની ‘ઓટયાલ પત્તલમ’ હતી. વર્ષ 1992 માં આવેલી તેની તમિલ ફિલ્મ રોજા એક સાથે ઘણી ભાષાઓમાં રિલીઝ થઇ હતી, આ ફિલ્મ દ્વારા મધુની ખુબ પ્રશંસા થઇ હતી.

મધુએ 1990 થી લઈને 2002 સુધી બૉલીવુડ અને સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેની કારકિર્દીમાં દીલજલે, રિટર્ન ઓફ જવેલ થીફ, રાવણ રાજ, ઉડાન, જલ્લાદ, હથ્થકડી યશવંત અને પહચાન જેવી ફિલ્મોનો સમાવેશ છે.

વર્ષ 1999 માં મધુએ અમેરિકાના એક મોટા બીઝનેસમેન આનંદ શાહ સાથે લગ્ન કર્યા હતા. મધુની બે દીકરીઓ પણ છે. લગ્ન પછી પણ મધુ ફિલ્મોમાં કામ કરતી રહી હતી.

હાલ મધુ પોતાની દીકરીઓ અને પોતાના પતિ સાથે ખુશહાલ જીવન વિતાવી રહી છે અને મોટાભાગે પરિવાર સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.