મનોરંજન

ક્યારેક પોતાની બોલ્ડનેસથી ફિલ્મોમાં રાજ કરતી હતી આ 10 અભિનેત્રીઓ, આજે ફિલ્મોમાંથી થઇ ગઈ છે લાપતા

બોલ્ડનેસથી ફિલ્મોમાં આ 10 અભિનેત્રીઓનો ડંકો વાગતો, આજે ફેન્સ એને ભાવ પણ નથી આપતા એવા દિવસો આવી ગયા, જુઓ

બૉલીવુડ એક એવી દુનિયા છે જ્યાં પહોંચવું સૌનું સપનું રહ્યું હોય છે, પરંતુ આ દુનિયામાં ઘણા આવ્યા અને ઘણા ખોવાઈ પણ ગયા, ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ શરૂઆતમાં સફળતાનાં શિખરો સર કરતા રહ્યા પણ

એક સમય એવો આવ્યો જેના કારણે સફળતા તેમનાથી દૂર ચાલી ગઈ અને એ લોકો પણ ફિલ્મોથી હમેંશાને માટે દૂર ચાલ્યા ગયા. આજે અમે તમને એવી જ બોલીવુડમાં બોલ્ડ અદાકારીથી જેમને પોતાનું નામ એક સમયે બનાવ્યું હતું પરંતુ આજે તે એક ગુમનામ દુનિયામાં ખોવાઈ ગઈ છે એવી અભિનેત્રીઓ વિષે જણાવીશું.

1. તનુશ્રી દત્તા: “આશિક બનાયા આપને” ફિલ્મનું ટાઇટલ સોન્ગ તો આપણને સૌને યાદ જ હશે, આ ફિલ્મની અભિનેત્રી તનુશ્રી દત્તા હતી જેને પોતાની બોલ્ડનેસનો જાદુ આ ફિલ્મમાં બતાવ્યો હતો,

ઇમરાન હાશ્મી અને અભિનેતા સોનુ સુદ સાથે તે આ ફિલ્મમાં જોવા મળી હતી. તનુશ્રીએ 2005માં બોલીવુડમાં પગ મુક્યો હતો, અને છેલ્લે તે 2010માં ફિલ્મ એપાર્ટમેન્ટમાં જોવા મળી ત્યારબાદ તે બોલીવુડમાંથી ગાયબ જ થઇ ગઈ.

તનુશ્રી “આશિક બનાયા આપને” ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતું. પહેલી જ ફિલ્મમાં બોલ્ડ સીનના કારણે ચર્ચામાં રહી હતી. પરંતુ તેને ફિલ્મોની ઓફર આવતી ન હતી. તનુશ્રી મીટુના અભિયાનને લઇને ચર્ચામાં આવી હતી.

ગયા વર્ષે ૨૦૧૯ માં બોલિવૂડની અભિનેત્રી તનુશ્રી દત્તા સાથે કથિત રુપથી થયેલી છેડછાડ મામલે નાના પાટેકરને મોટી ખૂબ રાહત મળી છે. મુંબઈ શહેરની પોલીસે આ કેસમાં અંધેરી કોર્ટમાં બી સમરી ફાઇલ દાખલ કરી છે. બી. સમરીનો મતલબ એ છે કે આરોપી વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. આ રીતે પુરાવા વગર આ તપાસ કેવી રીતે હાથ ધરવી. મુંબઇ પોલીસના આ કાર્યથી ડેફિનેટલી અભિનેત્રી તનુશ્રી દત્તાને આઘાત લાગ્યો હશે.

2. ઉદિતા ગોસ્વામી: ફિલ્મ પાપથી બોલીવુડમાં પગ મૂકનારી અભિનેત્રી ઉદિત ગૌસ્વામીએ પણ ઇમરાન હાશ્મી સાથે અક્સર અને ઝહેર ફિલ્મમાં કામ કર્યું હતું, તે પણ તેની બોલ્ડ અદાઓ માટે ખુબ જ જાણીતી બની હતી, પરંતુ તેનું કેરિયર પણ લાંબુ ચાલ્યું નહિ, તેના 12 વર્ષના કેરિયરમાં તેને ફક્ત 12 જ ફિલ્મો કરી છે.

પાપ અને ઝહર જેવી ફિલ્મો કરનારી ઉદિતા ગોસ્વામીએ પણ લગ્ન કરવા માટે એક ડિરેક્ટરને જ પસંદ કર્યા હતા. 9 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ, ઉદિતા અને મોહિત સુરીએ વર્ષ 2013માં લગ્ન કરી લીધા હતા.

3. અંતરા માલી: અભિનેત્રી અંતરા માલીએ 1998માં આવેલી ફિલ્મ “ઢૂંઢતે રહ જાઓગે”માં કામ કર્યું હતું, અંતરા પણ તેની બોલ્ડ અદાઓના કારણે ખુબ જ ચર્ચામાં રહીઓ હતી, પરંતુ તેનું કેરિયર પણ વધુ સારું ના ચાલ્યું, તેને પણ 12 વર્ષમાં માત્ર 12 જ ફિલ્મો આપી હતી.

4. કિમ શર્મા: મોહબ્બતે ફિલ્મની અંદર સહાયક કલાકાર તરીકે જોવા મળેલી અભિનેત્રી કિમ શર્મા પણ પોતાની સુંદરતાના કારણે ખુબ જ જાણીતું નામ બની હતી, પરંતુ બોલીવુડમાં તેનો સફર બહુ લાંબો ચાલી શક્યો નહીં, આજે તે ફિલ્મોમાં તો જોવા નથી મળી રહી પરંતુ સોશિયલ મીડિયામાં તેને લોકો ઘણી જ પસંદ કરી રહ્યા છે. પતિથી અલગ થયા બાદ આજકાલ બૉલીવુડ એક્ટ્રેસ કિમ શર્મા મુંબઈમાં તેની ફિટનેશ પર ધ્યાન આપી રહી છે. યોગાથી સુપરહિટ થનારી કિમશર્માએ એક તસ્વીર શેર કરી હતી.

આ તસ્વીરની લોકો બહુ જ તારીફ કરી રહ્યા છે.કિમ શર્માએ એક બીઈની તસીવર શેર કરી હતી, જેના પર લોકો એક અને કમેન્ટ કરી રહ્યા છે. 39 વર્ષીય કિમ શર્માએ તેની તસ્વીર ફેન્સ સાથે શેર કરી છે. કિમ શર્માએ આ તસ્વીરમાં મલ્ટીકલરની પહેરી છે.

આ તસ્વીરમાં કિમ શર્મા પુલમાં તેની સમય પસાર કરતી નજરે ચડે છે. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, ‘હેપ્પી ગર્લ.’ કિમ શર્માની આ તસ્વીર પર લોકો કમેન્ટ કરી રહ્યા છે.કીમની આ તસ્વીરમાં ઇન્ડસ્ટ્રીઝના દોસ્તો પણ કમેન્ટ કરતા નજરે ચડે છે.

તો ફેન્સ પણ તેના આ ખાસ અંદાજને પસંદ કરી રહ્યાં છે.થોડા મહિના પહેલા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસની જાહેરાત કરી હતી. ક્રિકેટથી રિટાયરમેન્ટ લીધા પછી શનિવારના રોજ યુવરાજ સિંહે રિટાયરમેન્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડ, ક્રિકેટ અને બિઝનેસ જગતના મોટા-મોટા લોકોએ હાજરી આપી હતી.

આ પાર્ટીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.કિમ આ પહેલા પણ તેનો અવતાર સોશિયલ મીડિયાના ફેન્સ સાથે શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા જ કિમ તેના પતિ અલી પૂજાનીથી અલગ થઇ છે.પતિથી અલગ થયા બાદ કિમ અને એક્ટર હર્ષવર્ધન રાણાની નજીક આવી ગયા હતા,

જેની ચર્ચાએ જોર પકડ્યું હતું. કિમ શર્માએ તેની બૉલીવુડ કરિયરની શરૂઆત 2000થી શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનની સ્ટારર ફિલ્મ ‘મોહબબતે’થી કર્યું હતું.  અનલોક થતા જ બોલીવુડના કલાકારો વેકેશન માટેના પ્રિય સ્થળ એવા માલદીવમાં નવરાશની પળો માણવા માટે જતા દેખાઈ રહ્યા છે.

એવામાં તાજેતરમાં જ ક્રિકેટર યુવરાજ સિંહની એક સમયે પ્રેમિકા રહી ચુકેલી અભિનેત્રી કિમ શર્મા પણ માલદીવ વેકેશન માટે પહોંચી છે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને ઐશ્વર્યાની ફિલ્મ મોહબ્બતેં દ્વારા ડેબ્યુ કરનારી કિમ શર્મા આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ તે પોતાની સુંદરતા અને ફિટનેસને લીધે દર્શકો વચ્ચે ખુબ લોકપ્રિય છે.

કિમ શર્માએ પોતાની માલદીવ વેકેશનની તસ્વીરો પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. દરેક તસ્વીરોમાં તેનો અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. સમુદ્રની લહેરો વચ્ચે કિમ રોમેન્ટિક પોઝ આપી રહી છે. એક તસ્વીરમાં કિમ લેપર્ડ પ્રિન્ટ ડ્રેસ પહેરીને બેઠેલી છે. જયારે બીજી એક તસ્વીરમા સાઇકલ પર બેઠેલી છે. પહેરીને સમુદ્રના પાણીમાં કિમ આગ લગાવી રહી છે, જ્યારે એક તસ્વીરમાં કિમ બોટ પર બેસીને સમુદ્રની લહેરોનો આનંદ માણી રહી છે.

5. જેસ્મિન: વીરાના જેવી હોરર ફિલ્મમાં કામ કરી ચુકેલી અભિનેત્રી જેસ્મીને બીજી પણ ઘણી બધી હોરર ફિલ્મોમાં કામ કર્યું હતું, પરંતુ આજે તેનો કોઈ અત્તો પત્તો નથી. તેની સુંદરતા જોઈને અંડરવર્લ્ડ પણ પાગલ બન્યું હતું અને એવું પણ કહેવાય છે કે અન્ડરવર્લ્ડની હેરાન ગતિના કારણે તે ભારત છોડી અને કોઈ બીજી જગ્યાએ ગુમનામ જીવન જીવવા લાગી ગઈ છે.

6. શમિતા શેટ્ટી: અભિનેત્રી શિલ્પા શેટ્ટી બોલીવુડનું ખુબ જ મોટું નામ છે પરંતુ તેની બહેન સ્મિત શેટ્ટીને બોલીવુડમાં એટલી પ્રસિદ્ધિ નથી મળી, તે ફિલ્મ મોહબબતેમાં જોવા મળી હતી, આ સિવાય તેને પોતાના 17 વર્ષના કેરિયામાં કેટલીક ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે જ કામ કર્યું છે.

કિમની જેમ `મોહબ્બતેં’ ફિલ્મથી શમિતા શેટ્ટીએ પણ ડેબ્યુ કર્યુ હતું. શમિતા શેટ્ટીએ ફિલ્મ જહર, કેશ જેવી ફિલ્મો દ્વારા કમબેક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ નસીબે સાથ ન આપ્યો. શમિતા શેટ્ટીએ પણ ફિલ્મ ‘મહોબ્બતે’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. શમિતા શેટ્ટીના નામ પર 2થી 3 સારા આઈટમ સોંગ પણ છે. પરંતુ હાલ શમિતા શેટ્ટી ક્યાંય જ જોવા નથી મળતી.

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી બોલિવૂડમાં આવતા પહેલા ડિઝાઈનર મનીષા મલ્હોત્રા સાથે ઇન્ટર્નશિપ કરી રહી હતી, પણ મનીષા મલ્હોત્રાએ તેનામાં સ્પાર્ક જોયો અને બોલિવૂડમાં હાથ અજમાવવા માટે પ્રેરિત કરી. આ તેને ફિલ્મ મોહબ્બતેમાં કામ કર્યું,અને તેના અભિનય માટે તેને એ વર્ષે સ્ટાર ડેબ્યુ ફિમેલ તરીકે આઈફા એવોર્ડ મળ્યો હતો. આ પછી તેને કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે, પણ તે પોતાની બહેનની જેમ બોલિવૂડમાં સફળતા મેળવી શકી નહિ.તેની કારકિર્દી દરમ્યાન તેનું નામ અભિનેતા હર્મન બાવેજા, ઉદય ચોપરા અને આફતાબ શિવદાસાની સાથે જોડાઈ ચૂક્યું છે. પણ એકપણ સંબંધ સફળ ન થતા તેને સિંગલ રહેવાનું નક્કી કર્યું છે. પણ હાલ 40 વર્ષની ઉંમરે પણ શમિતા શેટ્ટી સિંગલ છે અને ખુશ છે.

7. ભૂમિકા ચાવલા: વર્ષ 2003માં આવેલી ફિલ્મ “તેરે નામ”માં સલમાન ખાન સાથે જોવા મળેલી અભિનેત્રી ભૂમિકા ચાવલાને દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી. બોલીવુડમાં આવતા પહેલા ભૂમિકાએ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેને પોતાના 15 વર્ષના કાર્યકાળ દરમિયાન માત્ર 9 ફિલ્મોમાં કામ કર્યું છે. છેલ્લે તેને 2017માં આવેલી ફિલ્મ “એમ એસ ધોની”માં સુશાંતની બહેનના રોલમાં જોઈ શકાય હતી.

8. તનિષા: બિગબોસ સીઝન 7આ અભિનેતા અરમાન કોહલી સાથેના સંબંધોને લઈને ચર્ચામાં આવેલી અભિનેત્રી તનુશ્રી પણ બોલીવુડમાં જોઈએ એવો પ્રભાવ ના પાડી શકી. તેને પોતાના 13 વર્ષના કેરિયરમાં માત્ર 9 ફિલ્મોમાં કામ કર્યું અને તેની એક પણ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર હિટ ના રહી.

9. ગાયત્રી જોશી: અભિનેત્રી ગાયત્રી જોશી અભિનેતા શાહરુખ ખાન સાથે “સ્વદેશ” ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ સિવાય તે મોટી મોટી ટીવી કંપનીઓની જાહેરાતમાં પણ જોવા મળી હતી. ગાયત્રીએ એક ફિલ્મ બાદ જ લગ્ન કરી લીધા હતા, અને ફિલ્મોથી દૂર થઇ ગઈ હતી.

10. પ્રીતિ ઝાંગિયાની: પ્રીતિ વર્ષ 2000માં આવેલી સુપરહિટ ફિલ્મ “મોહાબતે” દ્વારા પોતાના બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી, પરંતુ બોલીવુડમાં તે મોટો પ્રભાવ પાડી ના શકી, તે મોટાભાગની ફિલ્મોમાં સહાયક કલાકાર તરીકે જ જોવા મળી, તેને મલયાલમ ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલ તે પંજાબી ફિલ્મોમાં કામ કરી રહી છે.