40 પાર આ 7 અભિનેત્રીઓ આજે દેખાય છે આટલી યુવાન, જોઈને ઉડી જશે તમારા હોશ

કઈ રીતે આવું ફિગર મેઈન્ટેઈન રાખતી હશે? જુઓ તસવીરો

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ પોતાની ફિટનેસ અને સુંદરતાનું સૌથી વધારે ધ્યાન રાખે છે. પોતાની ફિટનેસ માટે અભિનેત્રીઓ ખૂબ મહેનત કરે છે અને કલાકો સુધી જીમમાં પરસેવો પાડે છે.

આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેઓ 40 વર્ષની ઉંમર પણ વટાવી ચુકી છે છતાં પણ સુંદરતા આજની યુવાન અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેઓની ફિટનેસ જોઈને ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ લાગે છે.

1. અમિષા પટેલ:
પોતાની પહેલી જ ફિલ્મ કહોના પ્યાર હૈ દ્વારા હિટ થયેલી અભિનેત્રી અમીષા પટેલની કારકિર્દી બોલીવુડમાં કઈ ખાસ ન ચાલી. અમુક ફિલ્મો કરીને તે બોલીવુડથી દૂર થઇ ગઈ. અમિષા પટેલ આજે 44 વર્ષની છે, પણ તેની હોટ તસ્વીરો જોઈને ઉંમરનો અંદાજો લગાવી ન શકાય.

2. સુષ્મિતા સેન:
45 વર્ષની સુષ્મિતા સેન સિંગલ મધર છે. જો કે તેણે હજી સુધી લગ્ન નથી કર્યા પણ દીકરીને એડોપ્ટ કરી છે. સુષ્મિતાની ફિટનેસ ઉંમરને માત આપવા માટે પૂરતી છે.

3. શિલ્પા શેટ્ટી:
તાજેતરમાં જ 45 વર્ષની શિલ્પા સેરોગેસી તકનીક દ્વારા બીજી વાર માં બની છે. યોગા ક્વીન શિલ્પાની સુંદરતા અને ફિટનેસના દરેક કોઈ દીવાના છે. પહેલા બાળકના જન્મ પછી પણ શિલ્પા અમુક જ દિવસોમાં ફરીથી પોતાના શેપમાં આવી ગઈ હતી.

4. કરિશ્મા કપૂર:
કરિશ્મા કપૂર આજે 46 વર્ષની થઇ ચુકી છે અને બે બાળકોની માં છે. પતિથી અલગ થઇ ગયા પછી તે એકલી જ બાળકોની સંભાળ લઇ રહી છે.

5. રવીના ટંડન:
એક સમયે અક્ષય કુમાર સાથે ડેટ કરી ચુકેલી રવીનાએ અનિલ થડાની સાથે લગ્ન કર્યા છે અને બે દીકરીઓની માં છે, જો કે તે પહેલા એક દીકરીને એડોપ્ટ પણ કરી ચુકી હતી. 46 વર્ષની ઉંમરે પણ રવીનાની સુંદરતા યથાવત છે.

6. ઐશ્વર્યા રાય:
વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય આજે 47 વર્ષની થઇ ચુકી છે. જો કે તેની સુંદરતાની સામે ઉંમર પણ નાકામ લાગે છે.

7. મલાઈકા અરોરા:
મલાઈકા જાણીતી અભિનેત્રી અને ડાન્સર પણ છે. એક દીકરાની માં મલાઈકા આજે 47 વર્ષની થઇ ચુકી છે છતાં પણ તે યુવાન દેખાય છે. મલાઈકા પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે અને મોટાભાગે તે પોતાના જિમ કે યોગા ક્લાસની બહાર સ્પોટ થાય છે.

Krishna Patel