ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી ખબરો એવી આવે છે જેને જોઈને બૉલીવુડની ચકાચોંધ દુનિયામાંથી પણ આપણું મન ઉડી જાય. ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ ઓન સ્ક્રીન ઉપર ખ્યાતનામ કલાકાર લાગે પરંતુ તેમના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતોના ખુલાસા થતા જ ચાહકો પણ હેરાન રહી જાય છે.
આવુ જ હાલમાં બન્યું છે “મદ્રાસ કેફે” ફિલ્મની અભિનેત્રી લીના મારિયા સાથે. પોલીસે લીના મારિયાની ધરપકડ કરી લીધી છે. દિલ્હી પોલીસ દ્વારા મકોકા એક્ટમાં લીનાની ધરપકડ કરી છે. EOWએ મકોકા અંતર્ગત આરોપી સુકેશ અને સહયોગી મહિલા ઉપર કેસ પણ દાખલ કરી લીધો છે.
પોલીસનું કહેવું છે કે આ કેસની અંદર હજુ પણ ચાર લોકોની ધરપકડ સંભવ છે. ઇન્કમ ટેક્સ પણ આ કેસની તપાસમાં લાગી છે. ઇડીના હાથમાં પાક્કી સાબિતીઓ લાગ્યા બાદ લીનાની ધરપકડ કરવામાં આવી.
લીનાના બોયફ્રેન્ડ સુકેશ ચંદ્રશેખર ઉપર જેલની અંદરથી જ 2 બિઝનેસમેનની ફેમેલી સ્પૂફ કોલ દ્વારા ડીલ કરીને તેમને જામીન ઉપર બહાર કાઢવાનો વાયદો કરીને કરોડોની ઠગી કરી હતી. સુકેશ દ્વારા ;લગભગ 200 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલામાં સુકેશ સાથે તનેય પતન ઈણે ઘણા બેંક કર્મચારીઓ ઉપર પણ આરોપો લાગ્યા છે.
જેમની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં જ ઇડી દ્વારા સુકેશન ચન્નાઇ સ્થિતિ બંગલામાં છાપામારી કરવામાં આવી હતી, જ્યાંથી તેમને 16 મોટી ગાડીઓ સીઝ કરી હતી. આ ઉપરાંત ઘરમાંથી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સના મોંઘા કપડાં પણ ઘરમાંથી મળ્યા હતા જેની કિંમત કરોડોમાં હતી.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે લીનાની ધરપકડ કરવામાં આવી હોય. આ પહેલા પણ લીનાએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને વર્ષ 2013માં બેંક સાથે ફ્રોડ કર્યું હતું. જેના બાદ બંનેને વર્ષ 2015માં ધરપકડ કરવામાં આવ્યા હતા. સુકેશ આ સમયે પોલીસ રિમાન્ડમાં છે.
જલ્દી જ ઇડી પણ તેની સાથે પુછપરછ કરી અને તેમની રિમાન્ડ લઇ શકે છે. જેના કારણે કેશને લઈને તેની સાથે પુછપરછ થઇ શકે.