ખબર ફિલ્મી દુનિયા

સુશાંત પછી બોલીવુડમાંથી આવ્યા બીજા એક દુઃખદ સમાચાર, ધર્મેન્દ્રની આ અભિનેત્રીનું થયું નિધન

છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાંથી એક પછી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ મળતી ખબર પ્રમાણે 60ના દશકની ખ્યાતનામ અભિનેત્રી કુમકુમ હવે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહીને ચાલી ગઈ છે. તેમનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમને પોતાના કાર્યકાળ દરમિયાન 100થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

કુમકુમે “મધર ઇન્ડિયા, લલકાર, કોહિનૂર, ઉજાલા, નયા દૌર, પ્યાસા, મિસ્ટર એક્સ અને આંખે” જેવી પ્રખ્યાત અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને ગુરુદત્ત, ધર્મેન્દ્ર, કિશોર કુમાર અને શમ્મી કપૂર જેવા ખ્યાતનામ અભિનેતાઓ સાથે કામ કર્યું છે.

Image Source

જુના જમાનાના પ્રખ્યાત અભિનેતા જોની વોકરના દીકરા અને અભિનેતા નાસીર ખાને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું છે કે: “વીતેલા જમાનાની અભિનેત્રી કુમકુમ આંટી નથી રહ્યા. તે 86 વર્ષના હતા. બહુ જ બધી ફિલ્મો, ગીત અને ડાન્સ તેમના ઉપર ફિલ્માવવામાં આવ્યો છે. મારા પિતા જોની વોકરની સાથે પણ એમને બહુ જ ફિલ્મો કરી છે.”

કુમકુમનું અસલી નામ જૈબુન્નીસા હતું, તેમનો જન્મ બિહારની અંદર વર્ષ 1934માં થયો હતો. તેમના પિતા હુસૈનાબાદના નવાબ હતા. કુમકુમે સજજાદ અકબર સાથે લગ્ન કર્યા હતા.

Image Source

કુમકુમ એક પ્રશિક્ષિત કથક નૃત્યાંગના હતી અને તેમને પોતાની ફિલ્મોમાં ઘણા જ શાસ્ત્રીય ડાન્સ કર્યા હતા. ફિલ્મ કોહિનૂરનું સૌથી લોકપ્રિય ગીત “મધુબન મેં રાધિકા નાચે રે”માં કુમકુમે પોતાના ડાન્સ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Image Source

લગ્ન પહેલા સુધી કુમકુમે ઘણી જ મોટી મોટી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ લગ્ન બાદ તે અભિનય છોડીને સાઉદી અરબ ચાલી ગઈ. ઘણા વર્ષો પછી ત્યાંથી પાછી ફરી અને મુંબઈમાં રહેવા લાગી. તે એક નવાબ પરિવાર સાથે તાલ્લુક ધરાવતી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.