મનોરંજન

તમને યાદ છે અમિતાભ બચ્ચનની ફિલ્મની “જુમ્મા ચુમ્મા” ગર્લ ? છેલ્લા 28 વર્ષથી છે ફિલ્મોથી દૂર, આજે દેખાય છે આવી

છેલ્લા 28 વર્ષથી ગાયબ છે અમિતાભની આ એક્ટ્રેસ. એક જમાનામાં ખૂબ આપ્યા હતા બોલ્ડ સીન, જુઓ તસવીરો

બોલીવુડમાં ઘણા અભિનેતાઓ અને હની અભિનેત્રીઓ આવ્યા અને ચાલ્યા ગયા, ઘણા કલાકારોએ પોતાનો જાદુ પડદા ઉપર બહુ સારી રીતે બતાવ્યો છતાં પણ આજે તે કઈ દુનિયામાં છે તે લગભગ કોઈને નથી ખાર હોતી, આવી જ એક અભિનેત્રી છે જેના અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘હમ’માં કામ કર્યું હતું અને એ સમયથી લઈને આજના સમય સુધીનું સૌથી લોકપ્રિય ગીત “જુમ્મા ચુમ્મા”માં ડાન્સ પણ કર્યો હતો એ કિમિ કાટકર છેલ્લા 28 વર્ષોથી ફિલ્મોથી ઘણી જ દૂર થઇ ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by 💟 🇰🇼 Kuwait 💟 (@miss.bollywoodq8) on

કિમિ કાટકર 8- અને 90ના દાયકાની બોલ્ડ અભિનેત્રીઓમાંથી એક અભિનેત્રી હતી, તેના ઘણા ચાહકો પણ હતા. તેને 1985માં ફિલ્મ “પથ્થર દિલ”થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મની અંદર કિમિ કટકારે સહાયક અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ ફિલ્મ “એડવેન્ચર ઓફ ટાર્ઝન”માં લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર તો ફ્લોપ રહી પરંતુ કિમિ કાટકરને તેના અભિનય દ્વારા એક નવી ઓળખ આ ફિલ્મમાં મળી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Memories (@memories_of_bollywood) on

બોલીવુડની ફિલ્મોમાં કિમીએ એટલા બોલ્ડ અભિનય કર્યા કે તેની ગણતરી એક અભિનેત્રીઓમાં થવા લાગી હતી. આ ફિલ્મ બાદ કિમીના ભાગમાં બધી જ હિટ ફિલ્મો આવવા લાગી. જેમાં “ખૂન કા કર્જ”, “જૈસી કરની વૈસી ભરની”, “ગૈર કાનૂની”, “મેરા લહુ” જેવી ફિલ્મો જોડાયેલી છે. 1991માં આવેલી ફિલ્મ “હમ” કિમીની સૌથી હિટ ફિલ્મોમાંની એક ફિલ્મ છે.

Image Source

આ ફિલ્મ બાદ કિમીએ ફિલ્મોથી પોતાને દૂર કરી લીધી તેની છેલ્લી ફિલ્મ 1992માં આવેલી “હમલા” હતી, કિમીએ યશ ચોપડાની ફિલ્મ “પરમ્પરા”માં કામ કરવાની પણ ના પાડી દીધી હતી. ત્યારબાદ આ ફિલ્મમની અંદર રામ્યા કૃષ્ણનને સાઈન કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by FILMSZILLA (@filmszilla) on

ફિલ્મોથી દૂર જવા પાછળનું કારણ કિમીના લગ્ન હતા. કિમીએ 1992માં ફોટોગ્રાફર અને એડ ફિલ્મ મેકર શાંતનુ શૌરી સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ કિમી મેલ્બર્નમાં સેટ થઇ ગઈ. તેનો એક દીકરો છે જેનું નામ સિદ્ધાર્થ છે, થોડા સમય બાદ કિમિ પુણેમાં આવીની રહેવા લાગી.

 

View this post on Instagram

 

A post shared by PoonamDhillon (@poonam_dhillon_) on

એક ઇન્ટરવ્યૂમાં કિમીએ જણાવ્યું હતું કે પુણે આવવા પાછળનું કારણ તેના દીકરાની બીમારી છે. તેના દીકરા સિદ્ધાર્થને એક ખતરનાક બીમારી થઇ ગઈ હતી. કિમી હવે ક્યારેક ક્યારેક કેટલીક બોલીવુડની ઇવેન્ટમાં નજર આવે છે. તે સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી જ એક્ટિવ છે.