મનોરંજન

ઐશ્વર્યા રાય સાથે કામ કર્યું છે “બેહદ”ની આ અભિનેત્રીએ, પરંતુ તે છે બિપાશા બાસુના પતિની પહેલી પત્ની- જુઓ PHOTOS

સેલેબ્રિટીઓના જીવનમાં ઘણી અવનવી ઘટનાઓ ઘટતી હોય છે, ઘણા કલાકારો બાળપણથી જ આ ક્ષેત્રમાં જોડાઈ ગયા છે અને મોટા થતા કદાચ તેમનો રસ્તો બદલાઈ જાય છે, ઘણા કલાકારો ટીવી ધારાવાહિક અને ફિલ્મો દ્વારા પોતાનું નામ પણ ઉજવજવાળ કરતા હોય છે. આવી જ એક અભિનેત્રી વિષે આજે અમે તમને જણાવવાના છીએ.

Image Source

નાના પડદા ઉપર ચાલતી ધારાવાહિક “બેહદ”ની અંદર માયાનો અભિનય કરનારી અભિનેત્રી જેનિફરે બાળપણથી જ પોતાના કેરિયરની શરૂઆત કરી દીધી હતી, જેનીફરનો જન્મ 30 મે 1985ના રોજ મુંબઈમાં થયો હતો. જેનિફરે 1995માં આવેલી ફિલ્મ અકેલે હમ અકેલે તુમ દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષની જ હતી આ ફિલ્મમાં આમિર ખાન અને મનીષા કોઈરાલા મુખ્ય કિરદારમાં હતા.

Image Source

આ ઉપરાંત જેનિફરે 2003માં આવેલી ઐશ્વર્યા અને અભિષેકની ફિલ્મ “કુછ ના કહો”માં પણ અભિનય કર્યો હતો. ત્યારે જેનીફરની ઉંમર માત્ર 17 વર્ષની જ હતી.

Image Source

જેનિફરે બિપાશા બસુનાં પતિ કરણ સીંગ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત કસોટી જિંદગી કી ધારાવાહિકના સેટ ઉપર સાથે કામ કરતા થઇ હતી, અહિયાંથી જ બંનેની લવ સ્ટોરી આગળ વધી અને તેમને વર્ષ 2012માં લગ્ન પણ કરી લીધા હતા.

Image Source

જો કે તેમના લગ્ન વધુ સમય સુધી ટકી ના શક્યા, કરણના આક્રમકઃ અને ફ્લર્ટ વાળા સંભાવના કારણે બંને વચ્ચે સતત ઝગડા થતા રહ અને છલ્લે તે બંને વર્ષ 2014માં અલગ થઇ ગયા હતા. જનીફર સાથે ડિવોર્સ લીધા બાદ કરણે બિપાશા સાથે બીજા લગ્ન કરી લીધા હતા.

Image Source

આ ઉપરાંત “સરસ્વતીચંદ્ર”માં કામ કરી ચૂકેલા ગૌતમ રોડે સાથે પણ જેનીફરનું અફેર હોવાની વાત સામે આવી હતી, આ બંનેએ વર્ષ 2013માં શરૂ થયેલી ધારાવાહિક “સરસ્વતીચંદ્ર”માં સાથે કામ કર્યું હતું.

Image Source

આ શોની અંદર જ બંને વચ્ચે મિત્રતા થઇ હતી, તે શૂટિંગ બાદ પણ ઘણી જગ્યાએ સાથે જોવા મળતા હતા. પરંતુ આ બંનેનો સંબંધ પણ લાંબો સમય સુધી ટકી શક્યો નહિ અને બંને લેગ થઇ ગયા.

Image Source

જેનિફરે પોતાના ટીવી કેરિયરની શરૂઆત ધારાવાહિક “શાકા લાકા બૂમ બૂમ”થી કરી હતી. ત્યાર બાદ તેની બીજી ઘણી ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.