ખબર

બોલીવુડ ઇન્ડસ્ટ્રી ફરી થઇ શરમથી લાલ…ફેમસ TV એક્ટ્રેસ જીસ્મનો ધંધો કરતી ઝડપાઇ- જાણો

2 કલાકનો અધધધ લાખ ભાવ…બાપ રે ટીવી હિરોઈને પૈસાની અછત થતા શરીરનો સૌથી ખરાબ ધંધો ચાલુ કર્યો- જુઓ

મુંબઇના જૂહુના એક ફાઇવ સ્ટાર હોટલમાં ક્રાઇમ બ્રાંચની ટીમે એક હાઇ પ્રોફાઇલ રેકેટનો ખુલાસો કર્યો છે. શુક્રવારે ટીમે એક ટોપ મોડલ અને જાણિતી અભિનેત્રીની ધરપકડ કરી છે.  તેઓ બે કલાકના 2 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. મુંબઇની ક્રાઇમ બ્રાંચની ટીમે મોડલ અને અભિનેત્રીની ધરપકડ ન કરતા તેને રેસ્કયુ જણાવ્યુ છે.

તપાસ ટીમે આ પૂરા મામલામાં ઇશા ખાન નામની મહિલાની ધરપકડ કરી છે. જે આ રેકેટ ચલાવતી હતી. ઇશા ખાન નામની મહિલા દલાલની પોલિસે ધરપકડ કરી છે. સીનિયર ઇંસ્પેક્ટરે આ મામલે જણાવ્યુ કે, મહિલા દલાલ ઇશા ખાને જણાવ્યુ કે આ રેકેટને તે છેલ્લા કેટલાક વર્ષોથી ચલાવી રહી હતી. ડીસીપી દત્તા નાલવડેને જયારે કોઇએ ઇશા ખાન વિશે ટીપ આપી તો તેમણે તેમની ટીમને એલર્ટ કરી દીધી.

ઇશા ખાન સાથે એક ક્રાઇમ બ્રાંચના અધિકારીએ ફર્જી ગ્રાહક બનીને કોલ કર્યો હતો. કહ્યુ કે, મારે અને મારા મિત્રને ટોપ મોડલ્સ જોઇએ છે. ઇશા ખાને કેટલીક તસવીરો વોટ્સએપ પર મોકલી. ક્રાઇમ બ્રાંચ અધિકારીએ બે છોકરીઓની તસવીર સિલેક્ટ કરી. તેમાં એકે ઘણી જાહેરાતોમાં કામ કર્યુ છે અને બીજીએ કેટલીક ટીવી ધારાવાહિકોમાં અભિનય કર્યો છે.

ઇશા ખાને એક છોકરીના બે કલાકના 2 લાખ રૂપિયાનો સોદો નક્કી કર્યો હતો. આ બે લાખ રૂપિયામાં ઇશા ખાનને 50 હજાર રૂપિયા આપવાની વાત કહી હતી.જયારે જે બે છોકરીઓને સિલેક્ટ કરવામાં આવી હતી ગ્રાહકો પાસેથી મળેલી રકમથી તેમને દોઢ-દોઢ લાખ રૂપિયા ઇશા ખાન દ્વારા આપવામાં આવતા.

ફર્જી ગ્રાહકે ક્રાઇમ બ્રાંચ અધિકારીને સોદાની હા કરી દીધી. જૂહુની હોટલ પણ બુક કરાવી દીધી. ગુુરુવારે રાતે જેવી જ મહિલા દલાલ તેમજ મોડલ અને અભિનેત્રી હોટલ બહાર પહોંચ્યા, ક્રાઇમ બ્રાંચની ટીમે તેમને સકંજામાં લઇ લીધા. મોડલ અને ટીવી અભિનેત્રીએ જણાવ્યુ કે, કોરોનાને કારણે લાગેેલા લોકડાઉનને કારણે જાહેરાતો અને ટીવી ધારાવાહિકોની શુટિંગ બંધ હતુ. આ માટે તે આ ધંધામાં આવી.