મનોરંજન

પોતાના પતિથી પણ વધારે આવક છે આ 4 અભિનેત્રીઓની છતાં પણ નથી સહેજ અભિમાન, 3 નંબર તો છે સૌની પ્રિય

એક સમયે ભારત દેશમાં લોકોની માન્યતા હતી કે છોકરીને વધુ ભણાવવી નહિ, કારણ કે એ સમયે લોકો માન્યતા હતી કે છોકરીને તો સાસરે જઈને માત્ર ઘર જ સાચવવાનું છે. માટે તેને ભણતર કરતા ઘરના કામ વધુ શીખવવામાં આવતા હતા.

Image Source

પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. હવે છોકરી પણ ગામડાના ઘરની બહાર નીકળી સારું ભણી ગણી અને પોતાના પગ ઉપર ઉભી રહી શકે છે. પોતાના પતિ કરતા પણ સારી આવક મેળવી શકે છે. છતાં પણ ક્યારેય અભિમાન નથી કરતી અને પોતાના પતિ સાથે પ્રેમથી પોતાનું જીવન વિતાવે છે.

Image Source

આજે અમે વાત કરવા જઈ રહ્યા છે એવી જ 4 અભિનેત્રીઓની જેને આખો દેશ ઓળખે છે, પડદા ઉપર નિહાળે છે, તેમની આવક પણ લાખોમાં છે, જેમના પતિની આવક પણ તેમના કરતા ઓછી છે છતાં પણ તેમને ક્યારેય અભિમાન નથી કર્યું.

Image Source

ચાલો જોઈએ કોણ કોણ છે એ 4 અભિનેત્રીઓ:

Image Source

ઐશ્વર્યા સખૂજા:
ટીવીની સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા સખૂજા એ એક એન્જીનીયર સાથે લગ્ન કર્યા છે. જેની મહિનાની આવક 70-80 હજારની આસપાસ છે જયારે ઐશ્વર્યા અત્યારે ટેલિવિઝનની સૌથી મોંઘી અભિનેત્રી છે જે એક એપિસોડ માટે 1 લાખ કરતા પણ વધારે ચાર્જ લે છે. છતાં પણ પતિ-પત્ની બંને એકબીજા સાથે હળીમળીને રહે છે.

Image Source

દીપિકા કક્ક્ડ:
બિગબોસ 12ની વિજેતા અને ખ્યાતનામ અભિનેત્રી દીપિકા કક્ક્ડનો પતિ શોએબ ઇબ્રાહિમ પણ નાના પડદાનો ખ્યાતનામ અભિનેતા છે. પરંતુ જો નામ અને કમાણીની બાબતમાં જોઈએ તો દીપિકા શોએબથી પણ ઘણી જ આગળ છે તે છતાં બંને વચ્ચે ખુબ જ પ્રેમ જોવા મળે છે.

Image Source

ભારતી સિંહ:
પોતની કોમેડીથી સૌને વારંવાર હસાવનારી અભિનેત્રી ભારતીને સૌ કોઈ ઓળખે છે. ભારતી દેશના સૌથી વધુ પૈસાદાર હાસ્યકારોમાં પણ એક છે. ભારતીએ સ્ક્રિપ્ટ રાઇટર હર્ષ લીમ્બાચીયા સાથે લગ્ન કર્યા છે. જેને ભારતી સાથે લગ્ન કર્યા બાદ જ મોટાભાગના લોકો ઓળખતા થયા છે. તેની આવક પણ ભારતી કરતા ખુબ જ ઓછી છે. ભારતી પણ ખુબ જ સંઘર્ષ બાદ આ જગ્યા ઉપર પહોંચી છે. હર્ષ સાથે મઝાકિયા અંદાઝમાં હંમેશા તે ઘણા શોમાં પણ જોવા મળે છે.

Image Source

સૌમ્યા ટંડન:
“ભાભી જી ઘર પે હે”  ધારાવાહિકના “ગોરી મેમ” ના પાત્ર દ્વારા ઘર ઘરમાં પ્રખ્યાત થયેલી સૌમ્ય ટંડન ધારાવાહિક સાથે કેટલાક શો પણ હોસ્ટ કરે છે તેમજ તેને કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેના પતિ સૌરભ દેવેન્દ્ર સિંહ કરતા પણ સૌમ્યા કમાણીમાં ચાર કદમ આગળ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.