મનોરંજન

બોલીવુડમાં સૌથી સુંદર આંખો વાળી 7 અભિનેત્રીઓ

બોલીવુડની અભિનેત્રીઓની સુંદરતા પર તો દરેક કોઈ ઘાયલ છે. તેઓની ફીટનેસ અને ગ્લેમરસ અદાઓની ચર્ચા તો દેશ-વિદેશમાં પણ થાય છે. દરેક અભિનેત્રીઓની પોત પોતાની અલગ જ ખાસિયત છે. એવામાં આજે અમે તમને બોલીવડુની એ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓની આંખો ખુબ જ સુંદર છે. આવી અભિનેત્રીઓના અભિનયના સિવાય તેમની સુંદર અને નશીલી આંખોએ પણ ખુબ લોકપ્રિયતા મેળવી છે.

Image Source

1. કરીના કપૂર ખાન:
પટૌડી ખાનદાનની બેગમ કરીના કપૂર ખાન અમુક જ દિવસોમાં બીજા બાળકને જન્મ આપશે. છતાં પણ તેની સુંદરતા કે ફિટનેસમાં કોઈ જ ખામી નથી આવી. ખાસ કરીને કરીના કપૂરની હલકી ભૂરી આંખો કોઈને પણ તેમાં ડુબાડી શકે છે.

Image Source

2. બિપાશા બાસુ:
બ્લેક બ્યુટી તરીકે નામના મેળવનવારી બિપાશા બાસુની ફિટનેસનો તો કોઈ જ જવાબ નથી. બિપાશાની મોટી મોટી કાતિલાના આંખો ચાહકોને પણ લુભાવી દે છે.

Image Source

3. શ્રુતિ હાસન:
કમલ હાસનની લાડલી દીકરી શ્રુતિ હાસનની ક્યુટનેસની સાથે સાથે તેની નશીલી ભૂરી આંખોના પણ ચાહકો દીવાના છે.

Image Source

4. સેલિના જેટલી:
વર્ષ 2001માં ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કરનારી સેલીનાંની આંખો ખુબ જ સુંદર છે. સેલિના પોતાની સુંદરતા અને સુંદર આંખોનો શ્રેય કાશ્મીરી પુર્ષ્ઠભુમીને આપે છે.

Image Source

5. ઐશ્વર્યા રાય બચ્ચન:
વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયની સુંદરતા પર કરોડો લોકો ઘાયલ છે. ખાસ કરીને ઐશ્વર્યાની આંખો પર તો દરેક કોઈ ફિદા હશે. ઐશ્વર્યાની નીલી આંખોએ ખુબ લોકપ્રિયતા મેળવી છે.

Image Source

6. દીપિકા પાદુકોણ:
દીપિકાની સુંદરતામાં તેની નશીલી આંખોનો ખાસ રોલ છે. તેની કથ્થઈ રંગની નેચરલ આંખો ચાહકોને ખુબ પસંદ આવે છે.

Image Source

7. કરિશ્મા કપૂર:
બે બાળકીની માં કરિશ્મા કપૂર આજે પણ સુંદરતાની બાબતમાં કડી ટક્કર આપે છે. કરિશ્માની નીલી આંખો દરેકને ખુબ પસંદ આવે છે. આજે કરિશ્મા બોલીવુડથી દૂર છે પણ તેની સુંદરતાનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે.