મનોરંજન

કોઈ કરતા હતા હિંસા તો કોઈ યૌન ઉત્પીડન, જ્યારે બગડેલા પતિઓને આ 7 અભિનેત્રીઓએ શીખવ્યો પાઠ

7 અભિનેત્રીઓને કોઈના બાપની બીક નથી, જયારે જયારે પતિએ હિંસા કે યૌન શોષણ કર્યું તો સામે અવાજ ઉઠાવ્યો

દેશ-વિદેશમાં આજે પણ મહિલાઓને લગ્ન પછી જાતીય સતામણી અને ઘરેલુ હિંસાનો શિકાર થવું પડે છે. મોટાભાગની મહિલાઓ આ બાબતો પર દિલ ખોલીને વાત નથી કરતી અને બધુ જ ચુપચાપ સહન કરતી રહે છે. એવામાં અમુક અભિનેત્રીઓ એવી પણ છે જેણે આ બાબત વિશે દિલ ખોલીને વાત કહી અને અનન્યાય સામે અવાજ ઉઠાવ્યો,અને પોતાના પતિઓને પણ તેનો કરારો જવાબ આપ્યો.

Image Source

1. ડિમ્પી ગાંગુલી:
ડિમ્પી ગાંગુલીએ રાહુલ મહાજન સાથે લગ્ન કર્યા હતા, જો કે અમુક સમય પછી બંન્ને વચ્ચે તિરાડ આવવા લાગી હતી. ડિમ્પીએ પતિ વિરુદ્ધ ઘરેલુ અને શારીરિક હિંસાનો કેસ દર્જ પણ કરાવ્યો હતો.

Image Source

2. રુચા ગુજરાતી:
રુચા ગુજરાતીએ પોતાના બીઝનેસમેન પતિ પર શારરિક અને માનસિક ટોર્ચર કરવાનો કેસ દર્જ કરાવતા તેનાથી છૂટાછેડા લીધા હતા.

Image Source

3. મંદના કરીમી:
મંદના કરીમીએ પોતાના પતિ ગૌરવ ગુપ્તા વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દર્જ કરાવ્યો હતો, મંદનાએ પોતાની સાસુ પર પણ ઘણા આરોપો લગાવ્યા હતા.

Image Source

4. દલજીત કૌર:
ટીવીની જાણીતી અભિનેત્રી દલજીત કૌરએ અભિનેતા શાલીન ભનોટ સાથે લગ્ન કર્યા હતા, બંનેનો એક દીકરો પણ છે. પણ ઘરેલુ હિંસાને લીધે દલજીતે પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હ ટી અને પોતાના દીકરાને લઈને પતિથી અલગ થઇ ગઈ હતી.

Image Source

5. ચાહત ખન્ના:
અભિનેત્રી ચાહત ખન્નાએ બે વાર લગ્ન કર્યા પણ બંન્ને વખતે તેને માત્ર તકલીફો જ મળી હતી. પહેલો પતિ ઘરેલુ હિંસા કરતો હતો અને બીજો પતિ જાતીય સતામણી. જેના પછી ચાહતે પોતાના પતિને તેના હાલ પર છોડીને બાળકોને લઈને અલગ થઇ ગઈ હતી.

Image Source

6. દીપશિખા નાગપાલ:
વર્ષ 2015 માં દીપશિખા નાગપાલે તેના પતિ કેશવ અરોરાથી ખુબ મુશ્કિલો મળી હતી. દીપશિખાએ કહ્યું હતું કે તેને તે સમયે મારી નાખવાની પણ ધમકીઓ મળતી હતી.જેના પછી દીપશિખાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને છૂટાછેડા લઇ લીધા.

Image Source

7. શ્વેતા તિવારી:
શ્વેતા તિવારી એ રાજા ચૌધરી સાથે લગ્ન કરીને ઘણું સહન કર્યું હતું. શ્વેતાએ રાજા વિશે કહ્યું હતું કે તે ખુબ દારૂ પીતો હતો અને તેની સાથે મારપીટ પણ કરતો હતો. શૂટિંગના સેટ પર હલ્લો કરતો હતો. શ્વેતાએ રાજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને છૂટાછેડા લઇ લીધા। જેના પછી શ્વેતાનો બીજો પતિ અભિનવ કોહલી પણ તેની સાથે ઘરેલુ હિંસા કરતો હતો. શ્વેતાની ફરિયાદ પર તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.