આ સિરિયલ વાળા તો સારું કરે… જુઓ પતિને બચાવવા માટે સ્કૂટર લઈને પત્ની પહોંચી ગઈ ચાંદ પર, લેન્ડિગ જોઈને તો માથું પકડી લેશો, વાયરલ થયો વીડિયો

લો બોલો, ટીવીની આ હિરોઈન પોતાના પતિ અને દીકરીને બચાવવા માટે સ્કૂટર લઈને ચાંદ પર જવા માટે નીકળી, લોકોએ જોઈને કહ્યું, “આની આગળ એવેન્જર પણ ફેલ”, જુઓ વીડીયો

Actress Flying Scooter To Moon : આજે ટેક્નૉલોજી ખુબ જ આગળ વધી ગઈ છે, દરેક ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી રહી છે. તો ફિલ્મો અને ટીવી સિરિયલમાં પણ આધુનિક ટેક્નૉલોજીનો ઉપયોગ કરીને દૃશ્ય વધુ સુંદર બનાવી દેવામાં આવે છે. તો આજે VFX દ્વારા કંઈપણ વસ્તુ બતાવવી શક્ય બની ગઈ છે. ત્યારે આવા એડિટિંગના ઘણા બધા વીડિયો તમે સોશિયલ મીડિયામાં વાયરલ તથા જોયા હશે. જેમાં કેટલાક દૃશ્યો લોકોને પસંદ આવે છે તો કેટલાકને જોઈને માથું પકડી લેવાનું મન થાય.

આવું જ કંઈક એક ભારતીય ટીવી સિરિયલમાં જોવા મળ્યું હતું. દંગલ ટીવી શો ‘ઈશ્ક કી દાસ્તાન-નાગમણી’ની એક વિચિત્ર ક્લિપ નેટીઝન્સ મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે. શોના સીનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જે (@aclearrecord) નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે “દ્રશ્ય જોયા પછી ખૂણામાં રડતો અવકાશયાત્રી.”

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વેશ ધારણ કરનાર નાગિન ચંદ્ર પર ફસાયેલા તેના પતિ અને દીકરીને બચાવવા સ્કૂટર પર જઈ રહી છે. આ દ્રશ્ય 1 જુલાઈના રોજ ટેલિકાસ્ટ થયેલા શોના એપિસોડ નંબર 330માંથી લેવામાં આવ્યું હતું. 3 જુલાઈના રોજ શેર કરવામાં આવેલી આ ક્લિપને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સિવાય યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એકે લખ્યું- ગુરુત્વાકર્ષણ અને ઓક્સિજન પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. બીજાએ કહ્યું- ચંદ્ર પર સ્કૂટર લેન્ડ કરનાર પ્રથમ મહિલા.

 

View this post on Instagram

 

A post shared by A Clear Record (@aclearrecord)

માર્ચ 2021માં, સ્ટાર પ્લસના યે જાદુ હૈ જીન કા ડેલી સોપના એક દ્રશ્યમાં, એક માણસ તેની ગર્લફ્રેન્ડને મેળવવા માટે દોરડાથી ચંદ્રનો ટુકડો તોડવાનો પ્રયાસ કરે છે.  અમન નામનો વ્યક્તિ અવકાશી પદાર્થને પૃથ્વી પર લાવવા માટે સખત પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. ત્યારે આવા સીનને લઈને ઘણી ચર્ચા થઈ હતી.

Niraj Patel