જાણો એવી અભિનેત્રીઓ વિશે જેઓ અતરંગી સ્ટાઇલમાં થયા સ્પોટ, સુંદર દેખાવા પોતાની જ ઉડાવી મજાક, જુઓ તસવીર

કરીના-એશ્વર્યાથી રાની મુખર્જી સુધી, જયારે સુંદર દેખાવવાના ચક્કરમાં આ 10 હિરોઇનની ઉડી મજાક

એવી ઘણી અભિનેત્રીઓ છે જે ઘણીવાર અતરંગી કપડા પહેરે છે. બોલિવુડ અભિનેત્રીઓ ઘણા અવસર પર ફેશન ડિઝાસ્ટર કરી ચૂકી છે. હાલની વાત કરીએ તો, પ્રિયંકા ચોપડા હાલમાં જ તેના પતિ નિક જોનસ સાથે 74માં બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સ 2021 BAFTAમાં પહોંચી હતી. તેણે આ દરમિયાન બધાનું ધ્યાન ખેંચી લીધુ હતુ. પ્રિયંકાએ પિંક કલરના ફ્લોરેલ જેકેટ ટોપ સાથે ધોતી સ્ટાઇલ પેંટ કેરી કર્યુ હતુ. આ ડ્રેસ બોલ્ડ હતી, પરંતુ થોડી અજીબ પણ હતી.

તમને જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી કે કોઇ અભિનેત્રીએ આવા અતરંગી આઉટફિટ પહેર્યો હોય, આવું ઘણીવાર થયુ છે, તો ચાલો જોઇએ એ અભિનેત્રીઓ વિશે જેમણે સુંદર દેખાવા માટે તેમણે વર્સ્ટ ડ્રેસ પહેરી હોય.

1.દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ તેના અતરંગી ડ્રેસિંગ સેંસ માટે જાણિતી છે. દીપિકા ઘણીવાર ક્લાસી અને એલિગેંટ લુકમાં જોવા મળતી હોય છે. જો કે, ઘણીવાર તેને રેડ કાર્પેટ પર ફેશન ડિઝાસ્ટર દેખવા મળી ચૂકી છે. એક એવોર્ડ નાઇટ દરમિયાન તેણે ગ્રીન કલરનો ડ્રેસ કેરી કર્યો હતો જે ખરેખર એક ફેશન ડિઝાસ્ટર હતો.

2.કરીના કપૂર
વર્ષ 2013માં ફિલ્મ “ગોરી તેરે પ્યાર મેં”ની સ્ક્રિનિંગ દરમિયાન બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન બ્લેક કલરની અજીબો ગરીબ ડ્રેસમાં જોવવા મળી હતી. આ દરમિયાન તેનું ટોપ ટ્રાન્સપરન્ટ હતુ, જેને કારણે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હતી.

3.પ્રિયંકા ચોપડા
બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા ગ્લોબલ ફેશન આઇકોન છે. પરંતુ તે ઘણીવાર ફેશન ડિઝાસ્ટર્સથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂકી છે. મેટ ગાલા 2019 દરમિયાન લગ્ઝરી બ્રાંડ ડિયોરના વ્હાઇટ અને બ્લશ પિંક હાઉટ કોઉચર વન પીસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તેની ખૂબ મજાક ઉડી હતી.

4.એશ્વર્યા રાય બચ્ચન
એશ્વર્યા રાય એક ગ્લોબલ ફેશન આઇકન છે. તે તેની ખૂબસુરતી અને તેના લુક તેમજ ફેશન સેન્સથી ચાહકોને ઇંમ્પ્રેસ કરે છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2011માં રેડ કાર્પેટ પર તેણે ગોલ્ડન ગાઉન પહેર્યુ હતુ. આ ડ્રેસને લઇને સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ બન્યા હતા.

5.સોનમ કપૂર
સોનમ કપૂર બી ટાઉનમાં તેની ફેશન સેંસ માટે જાણિતી છે. પરંતુ સોનમ કપૂર પણ ઘણીવાર ડિઝાસ્ટર આઉટફિટમાં જોવા મળી છે. વર્ષ 2015માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સોનમ કપૂરે લાઇમ ગ્રીન ગાઉન પહેર્યુ હતુ. જેના પર ઘણા મીમ્સ બન્યા હતા.

6.કંગના રનૌત
બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત તેના બેબાક નિવેદનો માટે જાણિતી છે. જો કે, ઘણીવાર કંગનાની ફેશન ડિઝાસ્ટર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહી છે. વર્ષ 2018ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તે સિલ્વર સિક્વીન કેટસુટમાં જોવા મળી હતી, જે સાથે તેણે બોલ્ડ મેકઅપ કર્યો હતો અને વાળને અલગ સ્ટાઇલમાં ખુલ્લા રાખ્યા હતા. આ દરમિયાન તે ટ્રોલર્સના નિશાના પર આવી હતી.

7.સોનાક્ષી સિન્હા
સોનાક્ષી પોતાના લુક્સથી લોકોને ઇમ્પ્રેસ કરે છે. સોનાક્ષી ઘણીવાર રેડ કાર્પેટ પર તેના આઇટફિટને લઇને લોકોનું દિલ જીતે છે. સોનાક્ષી ફેશન ડિંઝાઇનિંગની વિદ્યાર્થીની રહી ચૂકી છે. એક એવોર્ડ ફંકશનમાં તે જારા ઉમરીગરના ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી, તેનો આ લુક ચાહકોને પસંદ આવ્યો ન હતો.

8.રાની મુખર્જી
રાની મુખર્જી તેના એથિક લુકને લઇને જાણિતી છે. તેનો વેસ્ટર્ન આઉટફિટ ઘણીવાર રેડ કાર્પેટ પર ડિઝાસ્ટર રહી ચૂક્યો છે. તેણે એક ચમકતુ ગાઉન પહેર્યુ હતુ, જે નાઇટી જેવું લાગી રહ્યુ હતુ.

9.એકતા કપૂર
એકતા કપૂર તેની ફિલ્મો અને ટીવી ધારાવાહિક માટે મશહૂર છે અને એટલી જ મશહૂર તે તેના વેસ્ટર્ન ડ્રેસને કારણે છે. એવોર્ડ્.થી લઇને લોન્ચિંગ પાર્ટી સુધી, ઇવેન્ટ્સમાં એકતા ઘણીવાર એવી ડ્રેસ પહેરીને ઘણી છે જેને જોઇને બધા હેરાન થઇ જાય છે.

10.મલ્લિકા શેરાવત
વર્ષ 2016માં બ્રેડ પિટની ફિલ્મ ઇનગ્લોરિયસ બાસ્ટર્ડના પ્રીમિયર પર બ્લેક કલરના ડ્રેસમાં પહોંચી હતી. આ ડ્રેસ ગાઉન અને એક પણ ન હતો પરંતુ તે બંનેનું કોમ્બિનેશન જોવા મળતુ હતુ. મલ્લિકાના આ ફેશન સેંસની ખૂબ જ મજાક ઉડી હતી.

Shah Jina