આ પ્રખ્યાત સાઉથ અભિનેત્રીને પણ ભરખી ગયો હાર્ટ અટેક, 8 મહિનાની હતી ગર્ભવતી, ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોક, જુઓ પેટમાં રહેલા બાળકનું શું થયું ?

પ્રખ્યાત ટીવી અભિનેત્રીનું અચાનક મોત, 8 મહિનાની હતી ગર્ભવતી, જુઓ પેટમાં રહેલા બાળકનું શું થયું ?

Actress Dr Priya Passes Away : ગુજરાત સમેત દેશભરમાં હાર્ટ એટેકથી મોતના મામલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને યુવાનોના હાર્ટ એટેકથી મોત થવાના મામલાઓ સતત વધી રહ્યા છે, ત્યારે હાલ એક ખબર સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી સામે આવી છે, જેમાં એક ખ્યાતનામ મલયાલમ અભિનેત્રીનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. અભિનેત્રીના નિધન સમયે તે 8 મહિનાની ગર્ભવતી પણ હતી. તેના નિધન બાદ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ ઊંડા શોકનો માહોલ છવાઈ ગયો છે.

ગર્ભવતી હતી અભિનેત્રી :

મલયાલમ ઇન્ડસ્ટ્રીની જાણીતી અને કરુથમુથુ જેવા શોમાં જોવા મળેલી અભિનેત્રી ડૉ.પ્રિયાનું નિધન થયું છે. ડૉ.પ્રિયા માત્ર 35 વર્ષની હતી. તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. તે છેલ્લા આઠ મહિનાથી ગર્ભવતી હતી. તેમના પરિવારજનો આ સમયે ઘેરા આઘાતમાં છે. અભિનેતા કિશોર સત્યાએ ડૉ.પ્રિયાના નિધનની માહિતી આપી છે. દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપતા કિશોર સત્યે લખ્યું, ‘મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીમાં વધુ એક અણધારી મૃત્યુ, ડૉ. પ્રિયાનું નિધન થયું છે. તે છેલ્લા આઠ મહિનાથી ગર્ભવતી હતી. હાલ તેમનું બાળક ICUમાં છે. તે સંપૂર્ણ હતી. તેને કોઈ સમસ્યા ન હતી. તે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગઈ હતી અને પછી તેને હાર્ટ એટેક આવ્યો.”

પરિવારમાં છે ઊંડા શોકનો માહોલ :

અભિનેતા કિશોર સત્યે આગળ લખ્યું, ‘તેની એકમાત્ર પુત્રીના અવસાન પછી, તેની માતા સંપૂર્ણપણે શોકમાં છે. છેલ્લા છ મહિનાથી તેની સંભાળ રાખનાર તેના પતિની પીડા વ્યક્ત કરી શકાતી નથી. ગઈકાલે રાત્રે જ્યારે હું હોસ્પિટલમાં ગયો ત્યારે મને ખબર ન હતી કે તેને કેવી રીતે સાંત્વના આપવી. ભગવાન સારા લોકો માટે આટલા ક્રૂર કેવી રીતે હોઈ શકે? જ્યારે 35 વર્ષનો માણસ આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે શોક શબ્દ પણ પૂરતો નથી. પ્રિયાના માતા-પિતા અને તેના પતિ આમાંથી કેવી રીતે સાજા થશે?

ડોક્ટર પણ હતી :

ડૉ. પ્રિયા મલયાલમ ઉદ્યોગના જાણીતા ચહેરાઓમાંથી એક હતા. તેણે લોકપ્રિય શો કરુથમુથુમાં કિશોર સાથે સ્ક્રીન શેર કરી હતી. તે વ્યવસાયે ડોક્ટર હતી. અભિનેત્રીએ લગ્ન બાદ એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. તમને જણાવી દઈએ કે, અભિનેત્રી હોવા ઉપરાંત પ્રિયા એક ડોક્ટર પણ હતી. સ્થાનિક અહેવાલો અનુસાર, તે એમડીનો અભ્યાસ કરતી હતી અને તિરુવનંતપુરમની એક હોસ્પિટલમાં પણ કામ કરતી હતી. તમને જણાવી દઈએ કે, લોકપ્રિય ટીવી અને ફિલ્મ અભિનેત્રી રંજુષા મેનનનું સોમવારે નિધન થયું હતું. ઇન્ડસ્ટ્રીને રંજુષા મેનનના આઘાતમાંથી બહાર આવવાની તક મળે તે પહેલાં ડૉ. પ્રિયાના નિધનથી બધાને હચમચાવી દીધા.

Niraj Patel