મનોરંજન

50ની ઉંમર પછી પણ આ 5 અભિનેત્રીઓ લાગે છે ખુબ જ સુંદર, આજે પણ છે એમના લાખો ચાહકો

ફિલ્મી દુનિયામાં અભિનેત્રીઓ પોતાની સુંદરતા ટકાવી રાખવા માટે જાત જાતના કીમિયા કરતી હોય છે કેટલીક અભિનેત્રીઓ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવે છે. પરંતુ મોટાભાગની અભિનેત્રીઓ 45-50 પછી પોતાની સુંદરતા ખોઈ બેસતા હોય છે અને ઘણી એવી અભિનેત્રીઓ છે જે પોતાની સુંદરતા ગુમાવવાના કારણે પોતાનું સ્ટારડમ પણ ગુમાવી બેસે છે. પરંતુ અમે આજે એવી 5 અભિનેત્રીઓ વિશે જણાવીશું જે આજે 50ની ઉંમર વટાવીને પણ પોતાની સુંદરતા માટે જાણીતી છે. આજે પણ ફિલ્મોમાં તેમનો ચાર્મ જોવા મળે છે અને આજે પણ તેમના લાખો ચાહકો છે.

Image Source
  રેખા:
  રેખાની સુંદરતાના વખાણ તો આજે પણ ચાહકો કરતાં થાકતા નથી, આ લિસ્ટમાં સૌથી પહેલું નામ રેખાનું છે. રેખાની ઉંમર આજે 65 વર્ષની છે પરંતુ તેને જોતા કોઈ તેની ઉંમરનો અંદાજો લાગવી શકે એમ નથી. રેખા હવે ફિલ્મોમાં તમને બહુ ઓછી નજરે આવશે પરંતુ કેટલાક એવોર્ડ શો અને કલાકારોના લગ્ન પ્રસંગમાં તે પોતાની હાજરી આપી અને કેમેરા સામે જરૂર આવે છે. હાલમાં જ ડબ્બુ રત્નાનીના કેલેન્ડર શૂટમાં પણ તે જોવા મળી હતી.

  Image Source

  હેમા માલિની:
  શોલે ફિલ્મની બસંતી હેમા માલિની આજે તો રાજનીતિમાં તમને જોવા મળશે પરંતુ તેની ઉંમર આજે 71 વર્ષ છે પરંતુ તેને જોતા આજે પણ તે સુંદરતા અને ફિટનેસના મામલામાં ખુબ જ આગળ દેખાય. હેમા માલિનીએ 50ની ઉંમર બાદ પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અને આજે પણ તેને જોવી સૌને ગમે છે.

  Image Source

  માધુરી:
  માધુરી આજે પણ બોલીવુડની ફિલ્મમોમાં તેના ચાહકોને ધકધક કરાવવામાં અગ્રેસર છે. 52 વર્ષની ઉમંરે પણ તેની સુંદરતા પૂરબહારમાં ખીલેલી જોવા મળે છે. માધુરી છેલ્લીવાર ટોટલ ધમાલ ફિલ્મમાં જોવા મળી હતી અને આ ફિલ્મ દ્વારા જ કલ્પના કરી શકાય કે તે કેટલી સુંદર છે.

  Image Source

  ભાગ્યશ્રી:
  ફિલ્મ “મેને પ્યાર કિયા”થી ફિલ્મી જગતમાં પગ મૂકનારી અભિનેત્રી ભાગ્યશ્રીના પણ લાખો ચાહકો છે. તેની ઉંમર અત્યારે 51 વર્ષની છે તે છતાં પણ તેની સુંદરતાના વખાણ આજેપણ થતા જોવા મળે છે. તે ભલે સિનેમા જગતથી અત્યારે દૂર છે છતાં પણ તેની સુંદરતાને સાચવી રાખવામાં તે આજે પણ સક્ષમ છે.

  Image Source

  સંગીત બિજલાની:
  સંગીત બિજલાની હાલતો ફિલ્મોથી ઘણી જ દૂર થઇ ગઈ છે, પર્નાતું 59 વર્ષની ઉંમરે પણ તેની સુંદરતાની ચર્ચાઓ થતી જોવા મળે છે. તેને આજે પણ પોતાની ફિટનેસ અને સુંદરતા જાળવી રાખવામાં સક્ષમ છે.

  Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.