ગયા વર્ષે બોલિવૂડમાં #MeToo મૂવમેંટના તોફાને કેટલાક મોટા નામના ખુલાસા કર્યા કે જેને સાંભળીને લોકો ચોંકી ગયા હતા. કેટલીક મોટી હસ્તીઓ ઉપર યૌન શોષણ અને રેપનો ગુનો નોંધાયો હતો. તેમાંથી કેટલાક સેલિબ્રિટીને ક્લીન ચિટ પણ મળી હતી, પરંતુ બોલિવૂડમાં કાસ્ટીંગ કાઉચને લઈને ચર્ચા હજી સુધી પુરી નથી થઇ.
હાલમાં જ એક ફેમસ ટીવી અભિનેત્રી ચાહત ખન્નાએ #MeToo મૂવમેંટ સાથે જોડાયેલો કેટલાક મોટા ખુલાસા કર્યા અને આ ખુલાસાથી લોકો ચોકી ગયા. તેને #MeToo મૂવમેંટને એક ફેશન ટ્રેન્ડ કહ્યું અને તેને જે કહ્યું છે તે વિચારવા પર મજબૂર કરી નાખે છે.
તેણે કહ્યું કે, “હું આવી કેટલીક અભિનેત્રીને ઓળખું છું જેમને તે વખત ચૂપ રહેવું ઠીક સમજ્યું. તમને જણાવું દઉં કે કેટલાક એવા કલાકાર છે જેમના નામ સામે આવવા જોઈતા હતા પણ એવું ન થયું.” બોલિવૂડમાં કાસ્ટીંગ કાઉચ વધારે થયા છે અને આ જ કારણ છે તેને ફિલ્મો છોડીને ટીવીમાં કામ કરવું વધારે પસંદ કર્યું.
તેને આગળ જણાવ્યું કે, “તે સમય એક ફેશન ટ્રેન્ડ જેવો હતો. કોઈએ ફાયદો ઉઠાવ્યો તો કોઈએ ન ઉઠાવ્યો. કેટલીક એવી પણ હતી જેમને ચેક લઈને પોતાનું મો બંધ કરી લીધું અને જેમના માટે આ પબ્લિસિટી સ્ટન્ટ હતું એ કામ કરી ગયું.”
જણાવી દઈએ કે ચાહત ખન્નાએ પોતાના પતિ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવતા છૂટાછેડા લીધા હતા. તેના પછી તેને ફરહાન મિર્જા સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંને વચ્ચે કઈ જામ્યું નહીં. આ બંને જણાએ છૂટાછેડા અપીલ કરી છે. ચાહતે પોતાના કરિયરની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી. હાલમાં તે સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમથી બોલિવૂડમાં કમબેક કરવા જઈ રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks