બીભત્સ ફિલ્મમાં કામ કરતી આ અભિનેત્રીની હથોડો મારી કરાઈ હત્યા, ઘરમાં લાશ એવી જગ્યાએ છુપાવી અને એટલી બર્બરતા કે જાણી રૂંવાડા ઊભા થઇ જશે

દેશભરમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે અને ઘણીવાર કોઇ અભિનેત્રીની મોતના પણ સમાચાર સામે આવતા હોય છે. ત્યારે હાલ એક 26 વર્ષિય અભિનેત્રીની હત્યાના સંબંધમાં ઘણો જ ચોંકાવનારો ખુલાસો થયો છે. અભિનેત્રીને પહેલા એક બેંકર દ્વારા હથોડી વડે મારવામાં આવી, પછી તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા અને બાદમાં શરીરના ટુકડાને એક બોરીમાં રોડની બાજુમાં ફેંકી દીધા. હાલમાં પોલીસે અભિનેત્રીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીનું નામ ડેવિડ ફોન્ટાના છે, જેની ઉંમર 43 વર્ષ હોવાનું કહેવાય છે.

મૃતક અભિનેત્રીની ઓળખ કેરોલ માલ્ટેસી તરીકે થઈ છે, જેનું સ્ટેજ નામ ચાર્લોટ એન્જી જણાવવામાં આવી રહ્યું છે. મહિલાનો મૃતદેહ 20 માર્ચે લોમ્બાર્ડી ક્ષેત્રના પાલિન ગામ નજીક એક શિખર પર મળી આવ્યો હતો. યુકે ડેઈલી મિરરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ પોલીસને શંકા છે કે અભિનેત્રીની હત્યાના સંબંધમાં આરોપીએ પહેલા અભિનેત્રીને હથોડી વડે માર્યો હતો. તેની ઓળખ છુપાવવા માટે તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. જે બાદ તેના ટુકડા કરી બોરીમાં પેક કરવામાં આવ્યા હતા.

આ કેસમાં પોલીસે મંગળવારે ડેવિડ ફોન્ટાના નામના 43 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી હતી.પોલિસ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે બેંકર અને ફૂડ બ્લોગર છે. પોલીસનો દાવો છે કે આરોપીએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. અહેવાલ મુજબ, આરોપીએ જાન્યુઆરીમાં જ એન્જીની હત્યા કરી હતી. પછી તેણે એન્જીના શરીરને ફ્રીઝરમાં મૂક્યું અને એક મહિના કરતાં વધુ સમય પછી, તેની લાશ કાપી અને શરીરના ટુકડાને આગ લગાડી દીધી. ત્યારબાદ સીલ કરીને ફેંકી દેવામાં આવી હતી.

અભિનેત્રી 11થી 13 માર્ચ દરમિયાન એક ફેસ્ટિવલમાં પરફોર્મ કરવાની હતી. પરંતુ ત્યાં ન પહોંચતા તેના એક ચાહકે પોલીસને ફોન કરીને ફરિયાદ કરી હતી. એન્જી વિશે વાત કરીએ તો, તે મિલાનના લોમ્બાર્ડીના મેટ્રોપોલિટન સિટીમાં રહેતી હતી. તે પહેલા પરફ્યુમની દુકાનમાં કામ કરતી હતી, પરંતુ કોરોના પછી તેણે નોકરી ગુમાવી દીધી અને પછી તે એક સંઘર્ષ કરતી અભિનેત્રી બની ગઈ.

Shah Jina