21 વર્ષની ફેમસ અભિનેત્રી ફ્લેટમાં પંખા સાથે લટકેલી મળી લાશ, ફેન્સ રડતા રડતા ધ્રુજવા લાગ્યા
છેલ્લા ઘણા સમથી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી મોતની ખબરો આવી રહી છે. કેટલીક અભિનેત્રીઓ કોઇ કારણસર આપઘાત પણ કરી લે છે ત્યારે મનોરંજન જગતમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. 21 વર્ષની પ્રખ્યાત બંગાળી અભિનેત્રી અને મોડલ બિદિશા ડે મજુમદારે આત્મહત્યા કરી લીધી છે. પોલીસને બિદિશાનો મૃતદેહ તેના કોલકાતાના ઘરમાં લટકેલી હાલતમાં મળ્યો હતો. નગરે બજારમાં આવેલા આ એપાર્ટમેન્ટમાં બિદિશા છેલ્લા 4 મહિનાથી ભાડેથી રહેતી હતી. અભિનેત્રીના માતા-પિતા પણ સાથે રહેતા હતા.
પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. બિદિશાના ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. આવી સ્થિતિમાં જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેમણે દરવાજો તોડીને અંદર જવું પડ્યું. બિદિશાની લાશ ફ્લેટમાં ફાંસીથી લટકતી મળી હતી. પોલીસે તાત્કાલિક સુસાઈડ નોટ કબ્જે કરી અને અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ પોલિસ પીએમ રીપોર્ટની રાહ જોઇ રહી છે.
બિદિશાના મિત્રોએ પોલીસને જણાવ્યું કે તે તેના બોયફ્રેન્ડના કારણે ડિપ્રેશનમાં હતી. અભિનેત્રીની નજીકની મિત્રએ દાવો કર્યો છે કે બિદિશાનો બોયફ્રેન્ડ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. અનુભવને વધુ ત્રણ ગર્લફ્રેન્ડ હતી. જ્યારે બિદિશાને આ વાતની ખબર પડી તો બંને વચ્ચે ખૂબ ઝઘડો થયો. આનાથી તે ખૂબ જ પરેશાન હતી અને ડિપ્રેશનમાં રહેતી હતી. જો કે, સુસાઈડ નોટમાં બિદિશાએ લખ્યું હતું કે તે કેન્સરથી પીડિત છે.
પરંતુ મિત્રો દ્વારા આ વાતને નકારવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે બિદિશાએ આત્મહત્યા કરી ત્યારે તે ઘરમાં જ એકલી રહેતી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં જ અભિનેત્રીના કથિત બોયફ્રેન્ડની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવશે. બિદિશા ડે મઝુમદારે 2021માં અર્નિબેદ ચટ્ટોપાધ્યાયની શોર્ટ ફિલ્મ ‘ભાર – ધ ક્લાઉન’થી ડેબ્યૂ કર્યું હતું.
21 વર્ષિય મોડલ અને અભિનેત્રી બિદિશાની આત્મહત્યાના સમાચારે તો બધાને ચોંકાવી દીધા છે, સમગ્ર બંગાળી ઈન્ડસ્ટ્રી અભિનેત્રીના આ પગલાથી આઘાતમાં છે. અભિનેત્રીની લાશ બુધવારના રોજ તેના ઘરમાં ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવી હતી. છેલ્લા કેટલાક દિવસ પહેલા જ કન્નડ ટીવી અભિનેત્રી ચેતના રાજના આકસ્મિક નિધને બધાને ચોંકાવી દીધા હતા અને ત્યારે વધુ એક ઇન્ડસ્ટ્રીમાંથી આપઘાતના સમાચાર સામે આવતા ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.