એક 42 વર્ષની એક્ટ્રેસે તેન એક્સ બોયફ્રેંન્ડને એ હદ સુધી માર્યો કે તેનું મોત નીપજ્યું હતું. આ ટીવી એક્ટ્રેસે તેના એક્સ બોયફ્રેન્ડને તેની બહેનની ઘરે પહેલા માર્યો બાદમાં દંડાથી અને હથોડીથી તેનું માથું ભાંગી નાખ્યું હતું. આ દિલ કંપાવનારી ઘટના ચેન્નાઇની છે. આ ઘટનામાં એક્ટ્રેસે પોલીસમાં જઈને તેના ગુન્હાને કબૂલ પણ કરી લીધો છે. આ ગુન્હામાં પોલીસે એક્ટ્રેસની સાથે-સાથે તેના પતિની પણ ધરપકડ કરી લીધી છે.

કોલાથુરમાં 42 વર્ષીય એક્ટ્રેસ એસ.દેવીએ તેના એક્સ બોયફ્રેન્ડ એમ રવિ તેને સંબંધ રાખવા માટે મજબુર કરતો હતો. આ બાદ એસ. દેવીએ તેની બહેનના ઘરે જ મારી નાખ્યો હતો. પોલીસે આ ગુન્હામાં એસ.દેવીના પતિ બી શંકર, તેની બહેન એસ લક્ષ્મી અને તેનો તેની સવરીયારની ધરપકડ કરી છે. આ બધાને હાલ પોલીસે હત્યાના ગુન્હામાં ધરપકડ કરી જેલહવાલે કરી દીધા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિ ફિલ્મ ટેક્નિશનનું કામ કરતો હતો.

પોલીસે આ મામલે જણાવ્યું હતું કે, 8 વર્ષ પહેલા રવિની મિત્રતા દેવી સાથે થઇ હતી. રવિ અને દેવી ટીવી સિરિયલ માટે કામ કરતા હતા. લગભગ 2 વર્ષ પહેલા દેવીના પતિને તેના આ અફેરની ખબર પડી ગઈ હતી. આ બાદ દેવીના પતિએ દેવીને રવિથી દૂર રહેવાનું કહ્યું હતું. પરિવારજનોએ દેવીને એક સિલાઈ મશીન પણ ખરીદીને આપી દીધું હતું. દેવી એક્ટિંગની સાથે-સાથે ટેલરિંગનું કામ પણ કરતી હતી. દેવીના પતિને ફર્નિચરની દુકાન ચલાવે છે.

રવિએ હાલમાં જ દેવીને શોધવાનું શરૂ કરી તેની ખબર મેળળવાનું શરૂ કરી દીધું હતું. રવિવારે રવિ દેવીની બહેન લક્ષ્મીના ઘેર પહોંચી દેવીને મળવાની જીદ કરતો હતો. લક્ષ્મીએ દેવીને ફોન કરતા દેવી તેના પતિ સાથે લક્ષ્મીના ઘરે પહોંચી હતી. દેવીને જોતા જ રવિએ તેની સાતે સંબંધ રાખવાને લઈને વાત કરતા જ ઝઘડાની શરૂઆત થઇ હતી. ગુસ્સામાં આવીનેદેવીએ રવીના માથામાં દંડા અને હથોડીથી માથું ફોડી નાખ્યું હતું. આ બાદ દેવીએ ખુદ પોલીસ સ્ટેશન જઈને તેનો ગુન્હો કબુલ કરી દીધો હતો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.