મનોરંજન

90 ના દશકની અભિનેત્રી આયશા જુલ્કા યાદ છે? જાણો હાલ શું કરી રહી છે

એક જમાનાની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી આયશા જુલ્કા આગળના ઘણા વર્ષોથી બોલીવુડની દુનિયાથી દૂર છે. આયશાએ અભિનેતા આમિર ખાનની સાથે ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’ દ્વારા ખુબ પ્રશંસા મેળવી હતી. આયશા જુલ્કાએ 90ના દશકની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.

Image Source

આયશાએ અભિનેત્રીના સ્વરૂપે માત્ર 11 વર્ષની ઉંમરમાં ‘કૈસે કૈસે લોગ’ માં પહેલી વાર કામ કર્યું હતું. જેના પછી તેણે ‘મીત તેરે મન કા’ ફિલ્મમાં કામ કર્યું પણ તે ફ્લોપ રહી હતી. તેના પછી તે સલમાન ખાન સાથે કુરબાન ફિલ્મ અને જો જીતા વહી સિંકદર દ્વારા સફળતાના શિખર સુધી પહોંચી ગઈ હતી.

Image Source

આયશાએ અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ખિલાડી’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં બંન્નેની જોડીને ખુબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ પછી બંન્નેના રિલેશનની પણ ચર્ચાઓ થવા લાગી હતી. આ સિવાય આયશાનું નામ મિથુન ચક્રવર્તી અને નાના પાટેકર સાથે પણ જોડવામાં આવ્યું હતું.

Image Source

જેના પછી આયશાએ માસુમ, દલાલ, રંગ, મુકંદર, એક રાજા રાની જેવી ફિલ્મો કરી હતી. હિન્દી સિવાય આયશાએ ઉડિયા ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પણ ફિલ્મ દલાલમાં ઇન્ટીમેન્ટ સીન્સને લીધે આયશાની કારકિર્દી પર તેની અસર પડી હતી અને મામલો કોર્ટ સુધી પણ જઈ પહોંચ્યો હતો. જેના પછી આયશાની કારકિર્દી ડૂબવા લાગી હતી.

Image Source

જેના પછી આયશાએ ‘વક્ત હમારા’ અને ‘મેહરબાન’માં કામ કર્યું પણ તે દર્શકોની ધારણા પર ખરી ન ઉતરી શકી. એક જમાનાની આ સુપરહિટ અભિનેત્રીનો આજે બૉલીવુડમાં દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી.

Image Source

આયશાએ વર્ષ 2003 માં કન્સ્ટ્રક્શન ટાઇકૂન સમીર વાશી સાથે લગ્ન કર્યા હતા. મળેલી જાણકારીના આધારે આયશાએ પોતાનો સ્પા બિઝનેસ ખોલી રાખ્યો છે અને તેના દ્વારા તે ખુબ કમાણી કરી રહી છે.

 

View this post on Instagram

 

Two goonz chillin 😎 #Goa #beach #holiday #family

A post shared by Ayesha Julka (@julka.ayesha) on

આ સિવાય તેણે પતિ સાથે મળીને બિઝનેસ પણ ખોલી રાખ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં આયશાએ કહ્યું હતું કે,”હું હાલના દિવસોમાં મારી કંપની SamRock ના કામમાં ખુબ જ વ્યસ્ત છું. આ કંપની મેં મારા પતિ સાથે મળીને ખોલી છે’.

Image Source

આ સિવાય આયશાની Additions નામની કપડાંની બ્રાન્ડ પણ છે જે ખુબ જ લોકપ્રિય છે. આયશા એક બેસ્ટ ડિઝાઈનર પણ છે. આ સિવાય આયશાનું ગોવામાં એક બુટિક રિજોર્ટ પણ છે. આ બધા બિઝનેઝથી આયશા ખુબ કમાણી કરે છે. આ બધા બિઝનેસ દ્વારા આયશાનું ટર્નઓવર અરબોનું છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ