મશહૂર એક્ટ્રેસ આશા શર્માનું 88 વર્ષની ઉંમરે નિધન, પ્રભાસ અને ધમેન્દ્ર સાથે કર્યુ હતુ કામ
એક્ટ્રેસ આશા શર્માનું 88 વર્ષની ઉંમરે થયુ નિધન : મોતનું કારણ સ્પષ્ટ નહિ, પ્રભાસની ફિલ્મ આદિપુરુષમાં બન્યા હતા શબરી
ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા ટીવી શો અને ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી આશા શર્મા હવે આ દુનિયામાં નથી રહ્યા. આશા શર્માનું 88 વર્ષની વયે અવસાન થયું છે. જો કે, તેમના નિધનનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) દ્વારા પણ તેના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે.
આશા શર્માના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આશા શર્માએ લોકપ્રિય ટીવી શો ‘કુમકુમ ભાગ્ય’ અને ફિલ્મ ‘આદિપુરુષ’માં પણ કામ કર્યું હતું. ટીવી જગતની સાથે સાથે ફિલ્મી હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આશા શર્મા એક વર્ષથી વધુ સમયથી પથારીવશ હતા.
એક્ટ્રેસ ટીના ઘઈએ મીડિયાને જણાવ્યું કે, ‘ગયા વર્ષે ફિલ્મ આદિપુરુષ રિલીઝ થયા બાદ તે 4 વખત પડી ગયા હતા. તે ગયા એપ્રિલથી પથારીવશ હતા. તે સ્ટેજ પર પણ કામ કરવા તૈયાર હતા અને અંતિમ શ્વાસ સુધી કામ કરવા માંગતા હતા. અસ્વસ્થ હોવા છતાં તેમનો જુસ્સો અને ઉત્સાહ અકબંધ રહ્યો. ફિલ્મ ‘આદિપુરુષ’ના દિગ્દર્શક ઓમ રાઉત પણ આશા શર્માના નિધનથી દુઃખી છે.
તેમણે કહ્યું, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તે કેટલી અદ્ભુત અભિનેત્રી અને વ્યક્તિ હતી. આ સાંભળીને ખૂબ દુઃખ થયું. ઉલ્લેખનીય છે કે આશાએ ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષમાં માતા શબરીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા પ્રભાસ ભગવાન રામના રોલમાં જોવા મળ્યો હતો અને અભિનેત્રી કૃતિ સેનન જાનકી માતાના રોલમાં જોવા મળી હતી.
‘નુક્કડ’ અને ‘બુનિયાદ’ જેવી સિરિયલો ઉપરાંત ‘મહાભારત’ (1997) અને ‘કુમકુમ ભાગ્ય’થી પણ આશા શર્માએ લોકપ્રિયતા મેળવી હતી. આ ઉપરાંત તે ‘હમ તુમ્હારે હૈ સનમ’, ‘મુઝે કુછ કહેના હૈ’, ‘હમકો તુમસે પ્યાર હૈ’ અને ‘1920’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે. દિવંગત અભિનેત્રીએ ધર્મેન્દ્ર અને હેમા માલિની સાથે ફિલ્મ ‘દો દિશાએ’માં પણ કામ કર્યું હતું.
#cintaa expresses its condolences on the demise of Asha Sharma #condolence #restinpeace @poonamdhillon @dparasherdp @itsupasanasingh @HemantPandeyJi_ @ImPuneetIssar @rishimukesh @bolbedibol @iyashpalsharma @SahilaChaddha @actormanojjoshi @RealVinduSingh @HetalPa45080733 @ljsdc pic.twitter.com/RihVuk7I5g
— CINTAA_Official (@CintaaOfficial) August 25, 2024