જીમમાં ખૂબ પરસેવો પાડે છે એકતા કપૂરની વેબ સીરીઝ ‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસ અન્વેષી જૈન…જીમ લુક શેર કરતા જ મચી જાય છે તહેલકો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત’થી ફેમસ થયેલી એક્ટ્રેસ અન્વેષી જૈન તેની હોટ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ઘણીવાર
તેના બોલ્ડ ફોટો અને વીડિયો વાયરલ થાય છે, જો કે, આ વખતે અન્વેષી તેના જીમ લુકને લઇને ચર્ચામાં છે. અન્વેષીની જીમમાં મિરર સેલ્ફી લેતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

‘ગંદી બાત’ ફેમ એક્ટ્રેસ અન્વેષી જૈનનો જીમ લુક વાયરલ

અન્વેષી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેના ગ્લેમરને જોઈને તો ચાહકોના શ્વાસ પણ થંભી જતા હોય છે. ગંદી બાત ફેમ અભિનેત્રી અન્વેષી જૈને પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. ગંદી બાતમાં અભિનેત્રીએ બોલ્ડનેસના રેકોર્ડ તોડી ઘણા એવા સીન્સ આપ્યા હતા, જેના પછી લોકોએ તેનું નામ ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું હતું.

ઓછા સમયમાં બની ગઇ ઈન્ટરનેટ સેન્સેશન

અન્વેષી જૈન બહુ ઓછા સમયમાં ઈન્ટરનેટ સેન્સેશન બની ગઇ. જણાવી દઇએ કે, અન્વેષી જૈનનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં થયો હતો, તે અભિનેત્રી બનવાનું સપનું લઈને મુંબઈ આવી હતી. ખૂબ જ ઓછા સમયમાં તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ ગઈ. અભિનેત્રી હોવા ઉપરાંત અન્વેષી એક મોડેલ, સિંગર અને ટીવી હોસ્ટ પણ છે.

અત્યાર સુધીમાં 100થી વધુ શો હોસ્ટ કર્યા

તેણે અત્યાર સુધીમાં 100થી વધુ શો હોસ્ટ કર્યા છે. અન્વેષીના હોસ્ટ શોમાં કોર્પોરેટ શો પણ સામેલ છે. અન્વેષી જૈને રાજીવ ગાંધી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, ભોપાલમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં સ્નાતક પૂર્ણ કર્યું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 6.2 મિલિયન ફોલોઅર્સ પણ છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina