આજે મોટાપાથી મોટાભાગના લોકો પીડાતા હોય છે, વધેલું વજન માનસિક અને શારીરિક તકલીફો પણ ઉભી કરે છે, ત્યારે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા કાયમ કરવા માટે ફિટ અને સ્ટ્રોંગ હોવું ખુબ જ જરૂરી હોય છે.
View this post on Instagram
પરંતુ ઘણા એવા પાત્રો હોય છે જેમને વધેલા વજનના બતાવામાં આવે છે, આજે અમે એક એવી જ અભિનેત્રી વિશે જણાવવાના છીએ, જેને એક શો માટે પોતાનું વજન 108 કિલો કરી લીધું હતું, છતાં તેની સુંદરતામાં કોઈ કમી આવી નહોતી.
View this post on Instagram
ધારાવાહિક “ઢાઈ કિલો પ્રેમ”માં નજર આવનારી અભિનેત્રી અંજલિ આનંદે આ શોના મુખ્ય પાત્ર માટે પોતાનું વજન 108 કિલો કરી લીધું હતું, જેના કારણે તે ખુબ જ ચર્ચામાં પણ આવી ગઈ હતી. આ શો માટે તેને વજન વધારવાનું કહેવામાં આવ્યું અને તેને પોતાનું વજન વધારી લીધું હતું.
View this post on Instagram
આ ધારાવાહિકની અંદર બે જાડા લોકોની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. જેમાં તેમનું મોટિવેશન અને સ્ટ્રગલ બતાવવામાં આવી છે. આ શો માટે અંજલિને વજન વધારવાનું કહેવામાં આવ્યા હતું. પોતાનું 108 કિલો વજન હોવા છતાં પણ અંજલિની સુંદરતાની ચર્ચાઓ પણ ખુબ થઇ હતી અને દર્શકો પણ તેના ફેન બની ગયા હતા.
View this post on Instagram
આ ઉપરાંત અંજલિ આનંદ વેબ સિરીઝ “અનટેગ”માં પણ મુખ્ય પાત્ર તરીકે નજર આવી ચુકી છે. જેમાં પણ તે ઓવર વેઇટ દેખાય છે તે છતાં પણ દર્શકોએ તેને ખુબ જ પસંદ કરી હતી. આ વેબ સિરીઝમાં તે જણાવી રહી છે કે બીજાથી અલગ હોવું કેટલું સારું છે.
View this post on Instagram
માત્ર ટીવી ધારાવાહિક અને વેબ સિરીઝમાં જ નહીં પરંતુ અંજલિ પોતાના અસલ જીવનમાં પણ ખુબ જ કોન્ફિડેન્ટ વાળી છે. તે પોતાની જાતને ખુબ જ પ્રેમ કરે છે. સાથે જ અંજલિ પ્લસ સાઈઝના કપડાંની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
View this post on Instagram
અંજલિનું કહેવું છે કે મને મારા મોટાપાથી શરમ નથી આવતી. તે એમ પણ જણાવે છે કે મોટાપો ક્યારેય મારા મોડેલિંગ પેશન અને એક્ટિંગ વચ્ચે નથી આવ્યો. અંજલિ એ છોકરીઓમાં નથી જે પોતાના મોટાપાના કારણે રડતી રહે છે, તેના કારણે શરમ અનુભવે છે.
View this post on Instagram
અંજલિ એક નીડર છોકરી છે. તે પોતાના હકારાત્મક વિચારોથી આગળ વધવામાં માને છે. તે દેખાવમાં પણ ખુબ જ સુંદર છે.