મનોરંજન

ડેબ્યુ ફિલ્મથી રાતોરાત હિટ થઇ ગઈ હતી આ અભિનેત્રી, આજે આ કારણને લીધે જીવી રહી છે ગુમનામીનું જીવન

બોલીવુડમાં એવા ઘણા સિતારાઓ આવ્યા જેઓ એક સમયે તો કામિયાબીના શિખરે જઈ પહોંચ્યા પણ ઇન્ડસ્ટ્રી છોડયા પછી ગુમનામીમાં ખોવાઈ ગયા. એવી જ એક અભિનેત્રી ‘અનિતા રાજ’ છે જેણે 80 ના દશકમા ખુબ નામના મેળવી પણ હવે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને લાઇમલાઈટથી દૂર છે.

Image Source

57 વર્ષની અનિતા રાજનો જન્મ 13 ઓગસ્ટ 1962 ના રોજ મુંબઈમાં થયો હતો. તેના પિતા જગદીશ રાજ પણ એક અભિનેતા રહી ચુક્યા છે. અનિતાએ વર્ષ 1982 માં ફિલ્મ ‘પ્રેમ ગીત’ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી અને આ ફિલ્મની કામિયાબીએ તેને રાતો રાત સ્ટાર બનાવી દીધી હતી.

Image Source

લગભગ 10 વર્ષ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવ્યા પછી અનિતાએ વર્ષ 1992 માં સુનિલ હિંગોરાની સાથે લગ્ન કરી લીધા હતા અને દીકરાના જન્મ પછી ફિલ્મો હમેંશાને માટે છોડી દીધી અને પોતાના વિવાહિત જીવનમાં વ્યસ્ત રહેવા લાગી હતી.

Image Source

વર્ષ 2012 માં અનિતા એકવાર ફરીથી ચર્ચામાં આવી હતી. અનિતાના પતિ પર મહિલા સાથે છેડખાની કરવાનો કેસ બન્યો હતો.

Image Source

અનિતાના પતિ પર એક મહિલાએ છેડખાની અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય તેની સોસાઈટીના પાડોશીઓએ પણ સુનિલ પર સોસાઈટીના ફંડથી એક કરોડ રૂપિયાની હેરાફેરી કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ બધા આરોપમાં તેની ધરપકડ પણ થઇ હતી.

Image Source

અનિતાના અચાનક જ બૉલીવુડ છોડવા પર તેના ચાહકો નિરાશ જરૂર થયા હતા. ચાહકો દ્વારા પૂછવા પર કે શું તે ફિલ્મોમાં ફરીથી કમબેક કરશે તેના જવાબમાં અનિતાએ કહ્યું હતું કે જો કોઈ સારો રોલ મળશે તો તે ચોક્કસ કરવા માગશે.

Image Source

અનિતાએ ફિલ્મોના સિવાય ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. આશિકી, ઇના મીના ડીકા, 24 જેવા ટીવી શો માં અનિતાએ સારો અભિનય કર્યો હતો. આ સિવાય તે ‘એક થા રાજા એક થી રાની’ માં તે રાજમાતા પ્રિયમવદાનો કિરદાર નિભાવતી જોવા મળી હતી.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ