બૉલીવુડ એક્ટ્રેસ એમી જેક્સને સોમવારે જાહેરાત કરી હતી કે તેને બેબી બોયને જન્મ આપ્યો છે. એમીએ પુત્ર અને મંગેતર જોર્જ પાનાયિયૌતૌ સાથે તસ્વીર શેર કરી આ જાણકારી આપી હતી.
આ તસ્વીર શેર કરતા એમીએ લખ્યું હતું કે, અમારા એંજલ, એન્ડ્રિયાસ દુનિયામાં સ્વાગત છે તારું.’પરંતુ બેબીનો ચેહરો નજર આવતો ના હતો. ફોટોમાં એન્ડ્રિયાસ બહુજ ક્યૂટ લાગી રહ્યો હતો. તે વ્હાઇટ અને ગ્રે સ્ટ્રીપ્સ ડ્રેસ પહેરીને નજરે આવ્યો હતો. ફોટો હસર કરતા એમીએ લખ્યું હતું કે, ‘ હાય વર્લ્ડ’
જણાવી દઈએ કે, 1 વર્ષથી ઓછા સમયગાળામાં જોર્જે એમીને પ્રપોઝ કરી દીધું હતું. ત્યારબાદ એમી પ્રેગનેંન્ટ થઇ ગઈ હતી.ત્યારબાદ જોર્જે સાથે એમીએ સગાઇ કરી લીધી હતી.
એમી જેક્સનને બાળક પેદા થાય પહેલા જ ખબર પડી હતી કે તેને પુત્ર થવાનો છે. એમી જૈક્સન છેલ્લા ઘણા સમયથી પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં હતી.
એમીએ 31 માર્ચ 2019ના ઇન્સાટાગ્રમ ઓર ફેન્સને જાણકારી આપી હતી કે તે માં બનવાની છે. તેણીએ જોર્જ સાથે તસ્વીર શેર કરીને કેપ્સનમાં લખ્યું હતું કે,આજે મધર્સ ડે છે. તમારા લોકોને શુભ સમાચાર આપવા માટે આનાથી સારો કોઈ દિવસ હોઈ જ ના શકે. હું તને દુનિયા સૌથી વધારે પ્રેમ કરું છું. આ પ્રેમ બિલકુલ સાચો છે. હું તારા આવાવાની રાહ જોઈ રહી છું.
ખાસ વાત તો એ છે કે, એમીલગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. એમીએ થોડા સમય પહેલા જ સગાઈ કરી હતી. એમી એની જૈક્સન 2020માં જાન્યુઆરીમાં લગ્ન કરશે. તસ્વીરોમાં એમીના બેબી બંપને જાઇ શકાય છે. જા કે તે હજુ પણ ખુબ હોટ લાગી રહી છે. એવા સમાચાર પણ મળી રહ્યા છે કે તે આગામી વર્ષે પોતાના બોયફ્રેન્ડની સાથે ગ્રીસમાં લગ્ન કરી લેશે. એમી છેલ્લે રજનિકાંતની સુપરહિટ ફિલ્મ ટુમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર ધુમ મચાવવામાં સફળ રહી હતી. એમી પાસે સતત સારા કામ આવતા રહે છે.
આ તસ્વીરોમાં એમી જેક્શન તેના મંગેતર જોર્જ પાનાઈયૌતૌ સાથે સ્વિમિંગ પુલમાં નજરે આવે છે. એમી જેક્શન તેના મંગેતર સાથે પુલમાં મસ્તી કરતી નજરે ચડે છે. એમી તેના મંગેતર સાથે ઘણી ખુશ જોવા મળી રહી છે.એમી આ તસ્વીરમાં બિકીનીમાં જોવા મળી રહી છે. તસ્વીરમાં એમિનો ચહેરો સાફ જોવા મથી મળતો પરંતુ બેબી બમ્પને જોઈને અંદાજો લગાવી શકાય કે આ એમી જ છે. એમીની સાથે તેનો પાલતુ કૂતરો પણ સ્વિમિંગ પુલની પાસે જોવા મળી રહયો છે.

એમી જેક્સને થોડા દિવસ પહેલા એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, કામથી રજા લેવી તે થોડી ડરામણું હતું. પરંતુ તે જરૂરી પણ હતું. બપોરે ઉઠીને અચાનક ઉઠીને તમારી પસંદગીની ચીજ ખાવી થોડા અઠવાડિયા પછી બોરિંગ થઈ જાય છે. અને એ પણ જરૂરી છે કે, તમે ઉઠો અને થોડો સમય બહાર વિતાવો.
એમી જેક્સનને 2010માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એમી જેક્સને બૉલીવુડ ફિલ્મ એક દીવાના થા, સિંહ ઇઝ બિલિંગ, ફિક્રી અલી, તૂતક તૂતક તુતીયા જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી. બૉલીવુડ સિવાય એમીએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે.
આ ફોટો શેર કરતા એમીએ બતાવ્યું હતું કે, તેના શરીરમાં ક્યાં-ક્યાં બદલાવ આવ્યા છે. સાથે જ 33માં અઠવાડિયાના અનુભવ પણ બતાવ્યો છે. એમીએ લખ્યું હતું કે, ગ્રીસ! મે અને મારા બાળકે આખો ઉનાળો બગીચામાં જ વિતાવ્યો છે. તેને જોવાની રાહ જોઈ રહી છું. અત્યારે પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયામાં છું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App