આજે રવિવાર છે અને બધા લોકો રવિવારને એન્જોય કરી રહ્યા છે પણ સવાર સવારમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી ભયાનક સમાચાર આવ્યા છે. ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીમાં આત્મહત્યા કરી લીધી છે. તમને જણાવી દઈએ કે તેણીની ઉંમર ફક્ત 25 વર્ષની હતી. વારાણસીની એક હોટલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ ‘વીરોં કે વીર’ અને ‘કસમ બદના વાલે કી 2’ મૂવીસમાં કામ કરેલું છે. આ હિરોઈને આ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ બેડ ન્યુઝ આવ્યા પછી આખી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આનાથી બધાને મોટો આંચકો લાગ્યો છે.
View this post on Instagram
આકાંક્ષા દુબે 3વર્ષની ઉંમરે તેના પેરેન્ટ્સ સાથે બોમ્બે શિફ્ટ થઈ ગઈ હતી ત્યારે તેના માતા-પિતા તેને IPS ઓફિસર બનાવવા માંગતા હતા, પરંતુ તેમનું મન ડાન્સ અને એક્ટિંગમાં હતું. નાનપણથી જ તેને ટીવી જોવાનો શોખ હતો. આ જુસ્સાને અનુસરીને તે ફિલ્મી દુનિયામાં આવી.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે રિપોર્ટ્સ અનુસાર 17 વર્ષની ઉંમરે આ ખુબસુરત અભિનેત્રીએ સિનેમામાં પગ મૂક્યો હતો. કહેવાય છે કે વર્ષ 2018માં આકાંક્ષા ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અને એ બાદ તેને ફિલ્મી પડદાથી દૂરી બનાવી લીધી હતી. હવે આ મેટરમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે હાલમાં આકાંક્ષા સિંહનું વીડિયો સોંગ આજે જ રિલીઝ કરવામાં આવ્યું છે. વીડિયો સોંગમાં તે ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ સાથે દેખાઈ રહી છે.