મનોરંજન

ફિલ્મ જગતમાં વધુ એક દુ:ખદ સમાચાર, સુશાંતની છીછોરે ફિલ્મની અભિનેત્રીનું થયું દુઃખદ નિધન

સુશાંત સિંહ રાજપૂતના ફિલ્મની હિરોઈનને કોરોના ભરખી ગયો, નાની ઉંમરમાં નિધન થતા ખડભડાટ

કરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. આ ઘાતક લહેરમાં અનેક લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. ત્યારે મરાઠી ફિલ્મો અને ટીવીનું જાણીતું નામ તેમજ “છીછોરે” સહિતની હિંદી ફિલ્મોમાં પણ કામ કરનાર અભિનેત્રી અભિલાષા પાટીલનું પણ કોરનાના કારણે મોત થયું છે.

અભિલાષા શૂટિંગના સંદર્ભમાં વારાણસીમાં હતી અને જ્યારે તે કોરોનાનાં લક્ષણો લાગતી વખતે તે મુંબઈ પરત ફરી ત્યારે અભિનેત્રીએ તેનો ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો.

અભિલાષા કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેને મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા હતા જે બાદ તેની તબિયત લથડતી હતી અને થોડાક દિવસ બાદ તેમનું નિધન થઇ ગયું. તેમના અવસાનથી દક્ષિણ અને હિન્દી સિનેમા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મરાઠી ફિલ્મો અને ટીવી સાથે જોડાયેલ અભિલાષાએ બદ્રિનીથ કી દુલ્હનિયા, છિછોરે, ગૂડ ન્યૂઝ, મલાલ જેવી હિંદી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. છીછોરે ફિલ્મમાં તેણે સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યુ હતું.

તમને જણાવી દઇએ કે અભિલાષા ‘તે અઠ દિવસ’, ‘બાયકો દિતા કા બાયકો’, ‘પરવાસ’ અને ‘તુઝા માળા અરેંજ મેરેજ’ જેવી ઘણી મરાઠી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.